________________
૪૬
સમયસાર સિદ્ધિ-૬. કે, જિનનો આ ઉપદેશ – વાણી છે. આ..હા..! ટીકાકાર કહે છે કે, એ આગમવચન છે હોં ! ભગવાનનું વચન છે ને પ્રભુ ! આહા...હા...હા..! કેમકે પ્રભુ વીતરાગ છે. એ વીતરાગ થવાનો ઉપદેશ દે. તો એ વીતરાગ થવાના ઉપદેશમાં આગમનું વચન એ આવ્યું કે, રાગથી વિરક્ત થા. રાગમાં રાચ (~રાચવું) એ બંધન અને અજ્ઞાન છે. આહા..હા...! રાગમાં રાચવું છોડી ભગવાનમાં રાચ અને રાગથી વિરક્ત થા, એને કર્મથી છૂટે એવું આગમનું વચન છે. સિદ્ધાંતનું આ વચન છે). ચારે કોર ગોતીને ગોત તો આ વચન – સિદ્ધાંત છે એમ કહે છે. આ..હા...હા..! ચારે અનુયોગની અંદરમાંથી ગોત તો વચન તો આ છે. આહા..હા...! કે, ફલાણાં અનુયોગમાં એમ કહ્યું છે કે, આ કર્મથી લાભ થાય. આ...હા..! તો અહીં કહે છે કે, એ આગમવચન નહિ. આહા..હા..!
જે આ આગમવચન છે તે.... એટલે ? કે, રાગથી વિરક્ત થા એટલે ? કે, “સામાન્યપણે રાગીપણાના નિષેધપણાને લીધે. એમાં કંઈ એમ ન આવ્યું કે, અશુભનો નિષેધ અને શુભનો આદર (કરવી). “સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે સંક્ષેપમાં શુભ અને અશુભ બેયને ભાવ આવ્યા. આહા...હા...હા..!
પ્રશ્ન :- ચરણાનુયોગમાં પણ એ છે ?
સમાધાન – ચારે અનુયોગમાં બધે વીતરાગતા કીધી છે. વ્યવહારથી ઉપદેશ આપ્યો છે (કે), આમ કરવું, આમ કરે. ‘ભાવપાહુડમાં પણ ઘણું કહ્યું છે ને ! “ભાવપાહુડમાં તો બહુ કહ્યું છે. ષોડશકારણ ભાવનાથી એ તીર્થકર ગોત્ર બાંધે, પંચ મહાવ્રતની પચીસ ભાવના કરે.. બધી વાતું આવે છે. એ વ્યવહારનયથી ત્યાં જ્ઞાન કરાવ્યું છે. એ ચીજ છે ને ! પણ છે એ બંધનું કારણ. આ.હા...! એમ આગમ – મૂળ આગમનું નિશ્ચય વચન, આગમનો પરમાર્થ ઉપદેશ તો આ છે. પેલો ઉપદેશ છે ઈ બધો વ્યવહારથી જાણવા માટે કહ્યો છે. આ..હા...! આદરવા માટેનું આગમનું વચન આ છે. આહાહા...! આ તો બહારથી મરી જાય ત્યારે સમજાય એવું છે. ક્યાંક બહારમાં રસ રહે, દેવ-ગુરુ-શાસ્ત્રમાં રસ રહે તોપણ રાગ (છે) અને રાગ તે બંધનું કારણ છે). આહાહાહા...!
મુમુક્ષુ :- મુનિને મહાવ્રત સહજ હોય.
ઉત્તર :- હોય છે છતાં બંધનું કારણ છે. સહજ હોય છે એનો અર્થ કે, ત્યાં કર્તબુદ્ધિ – કરવાલાયક છે નહિ. એથી આવે છે. અને જ્ઞાનનયે તે પરિણમન છે માટે કર્તા છે એમ પણ કહેવાય છે. આહાહા...! છઠ્ઠ (ગુણસ્થાને) પંચ મહાવ્રતપણે એટલો પરિણમે છે ને ! એ પ્રમાદ છે. અને પરિણમે છે માટે તેને કર્તા પણ કહેવાય છે. પરિણમનની અપેક્ષાએ, કરવાલાયક છે એ અપેક્ષાએ નહિ. આહા...હા...!
પ્રશ્ન :- બંધનું કારણ બરાબર છે પણ નિષેધ કેવી રીતે કરવો ? ઉત્તર :- નિષેધ છે, એમ કીધું ને! આગમનું વચન છે કે તે) નિષેધ કરવા લાયક છે.