________________
૪૪
સમયસાર સિદ્ધિ-૬. વાણી છે. સર્વજ્ઞ પરમાત્મા, એની દિવ્યધ્વનિ જે આગમ, એનું પ્રમાણ છે. ૧૫૦ (ગાથા).
रत्तो बंधदि कम्मं मुच्चदि जीवो विरागसंपत्तो।
एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज ।।१५०।। નીચે હરિગીત.
જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાપ્ત મુકાય છે,
એ જિન તણો ઉપદેશ; તેથી ન રાચ તું કર્મો વિષે. ૧૫૦. એની ટીકા. “રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે...” આ..હા...! ચાહે તો એ શુભરાગ હો કે અશુભરાગ હો. દયા, દાન, વ્રત, તપનો ભાવ હો, હિંસા, જૂઠું, વિષયનો ભાવ હો બન્ને રાગી છે, બન્ને રાગ છે અને રાગી જરૂર કર્મ બાંધે. આ.હા.! વૈરાગ્ય પામેલ – વૈરાગી એટલે પુણ્ય, શુભ-અશુભ ભાવથી છૂટવું એનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્ય (એટલે આ બાયડી. છોકરા છોડ્યા ને દુકાન છોડી માટે વૈરાગી છે એમ નહિ. આહા...હા...! વૈરાગ્ય એને કહે છે કે, જે પુણ્ય અને પાપ, શુભ-અશુભ ભાવ, રાગ, એનાથી વિરક્ત છે તેને વૈરાગ્ય કહે છે. આહાહા...! બહારથી કોઈ કુટુંબ-કબીલા છોડી, દુકાન છોડી બેઠો એટલે) વૈરાગી છે એમ નહિ. આહાહા...!
એ તો ‘નિર્જરા અધિકારમાં આવ્યું છે ને ! જ્ઞાન-વૈરાગ્ય શક્તિ. અસ્તિપણે જે ભગવાન પૂર્ણાનંદ છે તેના અસ્તિત્વનો, સત્તાનો, ભૂતાર્થનો, જ્ઞાયકનો જે શ્રદ્ધા ને જ્ઞાનભાવ (થયો) તે જ્ઞાન. અને પુણ્ય ને પાપ, શુભાશુભ ભાવથી વિરક્ત તે વૈરાગ્ય. જ્ઞાન ને વૈરાગ્ય બે શક્તિ સમકિતીને કાયમ હોય છે. એમ ત્યાં કીધું છે. વસ્તુસ્વરૂપ જે પૂર્ણાનંદ પ્રભુ ! આ..હા...! પૂર્ણ શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક ! અનંત અતીન્દ્રિય ગુણમણિ રત્નની ખાણ ! આ..હા...! એવો જે ભગવાન આત્મા, એનું જ્ઞાન (તે જ્ઞાન). અને શુભ કે અશુભ ભાવથી વૈરાગ્ય, એ રાગથી રહિત તે વૈરાગ્ય આહા..હા..!
એ અહીં કહે છે, “રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વૈરાગી જ કર્મથી છૂટે વૈરાગી જ (કહ્યું છે). એ શુભ-અશુભ ભાવથી જેને છૂટવું છે, વૈરાગ્ય છે એ વૈરાગી કર્મથી છૂટે છે. રાગી પુણ્ય, દયા, દાન, વ્રતના પરિણામવાળો છૂટે છે અને છૂટવામાં મદદગાર છે એમ નથી. આહા...હા... વિરક્ત – વૈરાગી જ કર્મથી છૂટે છે. પુણ્ય-પાપમાં જે રક્ત છે તે બંધાય છે અને શુભ-અશુભ ભાવથી જે વિરક્ત છે (તે છૂટે છે). રક્ત છે તે બંધાય છે, વિરક્ત છે તે છૂટે છે. વિરક્ત નામ ત્યાંથી છૂટ્યો, નિવૃત્ત થયો છે. આહા...હા...! બહારની નિવૃત્તિ લીધી એટલે એ વૈરાગી છે એમ નહિ. આહાહા...! અંદરના શુભ ને અશુભ ભાવ, એનાથી જે વિરક્ત નામ વૈરાગ્ય છે... આહાહા....! તે જ કર્મથી છૂટે છે.
એવું જે આ આગમવચન છે.” જુઓ ! મૂઠ પાઠમાં ઈનોવો છે ને ! જિનનો એ ઉપદેશ છે. ભગવાન ત્રિલોકનાથ તીર્થકરો એ જિનેશ્વરદેવનો એ ઉપદેશ છે. એ ઉપદેશ