________________
ગાથા ૧૫૦
૪૫
છે ઈ આગમવચન છે. કેમકે “ૐકાર ધ્વનિ સુણી, અર્થ ગણધર વિચારે અને તેમાંથી આગમ રચે. ઈ આગમ જિનવાણી છે. આ...હા...! જિનવાણીમાં એટલે કે આગમમાં પુણ્ય-પાપથી છૂટવું એવું વચન છે. શુભાશુભ ભાવથી કંઈ લાભ થાય એવું વચન વીતરાગના ઉપદેશમાં – વાણીમાં નથી. આહા..હા...! ‘હીરાલાલજી” આવું છે.
રાગી બંધાય છે અને વૈરાગી છૂટે છે – આ બે શબ્દો થયા. ચાહે તો પુણ્ય અને પાપના શુભ-અશુભ ભાવ (હો), એ બંધનને પામે છે અને એ શુભાશુભ ભાવથી વિરક્ત વૈરાગી છે) એ કર્મથી છૂટે છે. આહા...હા.હા..! આમ તો કહ્યું ને ! વ્રત, નિયમ, શીલ, તપ. ચારે શુભકર્મ છે, શુભરાગ છે. એ શુભ કર્મ છે. આહાહા...! એનાથી વૈરાગ્ય પ્રાપ્ત કરે, એનાથી વિરક્ત થાય અને આત્માના સ્વભાવમાં રક્ત થાય. આત્મા આનંદ, અતીન્દ્રિય આનંદ સ્વભાવ, એમાં રક્ત થાય અને પુણ્ય-પાપથી વિરક્ત થાય. આહા..હા..! એ કર્મથી છૂટે છે. આહા..હા...! આ આકરું પડે છે. કોઈ ઠેકાણે પાછું એવું લખાણ હોય ખરું (કે) વ્યવહાર છે ઈ સાધન છે. પણ ઈ તો નિમિત્તના જ્ઞાન કરાવ્યા, ભાઈ ! સાધન તો આ
રાત્રે જરી કહ્યું હતું. નહિ ? અંતરાત્મા તે પરમાત્માનું સાધન છે. બહિરાત્મા એ પૂણ્ય અને પાપને પોતાના માનનાર બહિરુ જે વસ્તુમાં નથી. ચિદાનંદ પ્રભુ ! જ્ઞાનઘન પ્રભુ ! એમાં પુણ્ય અને પાપના ભાવ નથી. આહા...હા..હા...! એ પુણ્ય ને પાપ એમાં નથી. આ..હા...! એમાં જે રાચે છે એ બંધનને પામે છે. એનાથી અંતરાત્મા ભિન્ન પડે છે. પેલો બહિરાત્મા થયો. શુભરાગમાં પણ પોતે રાચે છે તે બહિરુ છે. બહિરુ વસ્તુમાં નથી તેમાં તે રાચે છે. માટે તે બહિરાત્મા છે. આ..હા...હા...! અને જે વસ્તુમાં નથી તેવા રાગમાં રાચતો નથી અને વસ્તુની અસ્તિત્વની શ્રદ્ધાપૂર્વક શુભ-અશુભ ભાવથી જે વિરક્ત છે અને સ્વરૂપમાં રક્ત છે તે કર્મથી છૂટે છે. આહા...હા...હા...! આવું સ્વરૂપ છે.
અહીં પંદર દિના અપવાસ કરે ને મહિનાના અપવાસ કરે ત્યાં મોટા વરઘોડા ચલાવે, જાણે એણે શું કર્યું ! ભાઈ ! પણ (એ) બંધનું કારણ છે). શુભ રાગ અને એમાં વળી જો ધર્મ માને તો મિથ્યાત્વનું પોષણ છે. જે મિથ્યાત્વમાં અનંત ભવ કરવાની તાકાત છે. આહા...હા...હા...! એવા ભાવમાં ધર્મ માનનાર મિથ્યા નામ સત્યથી વિપરીત છે. સત્ય એવો પ્રભુ ! જે રાગ વિનાનો છે એવો સત્ય પ્રભુ ! એની દૃષ્ટિ અને એમાં રક્તતા (થવી) અને શુભ-અશુભ ભાવથી વિરક્તતા (થવી) તે અંતરાત્મા છે. એ અંતરાત્મા પરમાત્માનું સાધન કરે છે. રાગ પરમાત્માનું સાધન છે એમ નથી. મોક્ષમાર્ગમાં આવે છે ને ! અંતરાત્મા થઈને પરમાત્માને સાધે. આહા...હા..!
એટલે શુભ-અશુભ રાગ... આકરું કામ બહુ, બાપુ ! આહા..હા..! બેયને એક જાત કહી અને આગમનું વચન છે એમ કીધું. કુંદકુંદાચાર્યદેવે’ એમ કીધું કે, “
નિવસો' (એટલે