________________
ગાથા ૧૪૮ થી ૧૪૯
૪૧ અને જો જ્ઞાની હોય.” એટલું આવ્યું, જોયું ? “તો તેની સાથે...” સાતમી નરકની પ્રતિકૂળતા હોય) અને રાવણની સ્ફટિકરનના મકાનની અનુકૂળતા! આહા..હા.! “જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી. કદી કરતો નથી). આહા...હા....!
મુમુક્ષુ :- જ્ઞાતા-દષ્ટા રહે.
ઉત્તર:– એ જાણનાર, દેખનાર (સાથે) ભેગો આનંદ છે ને ! આનંદ.. આનંદ. આનંદ.. અનંત ગુણની વ્યક્તતા અંશે પ્રગટ થઈ ગઈ છે. આહા..હા..હા....! અનંત ગુણની અંશે વ્યક્તતા પ્રગટ થઈ છે. એના અસ્તિત્વના સ્વામિપણે આ વાતનો સ્વામિ થતો નથી, એનો ધણી થતો નથી. તેને જ્ઞાતા-દષ્ટા તરીકે જાણે. આહાહા..! એવી વસ્તુ છે. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
આહાહા ! દૃષ્ટિનાં વિષયમાં પર્યાય છે જ નહિ ! પણ પર્યાય છે જ નહિ-કાંઈ વસ્તુ જ નથી એમ નથી. પર્યાય પર્યાયમાં છે એમ જાણવું જોઈએ. પર્યાય દ્રવ્યમાં નથી પણ પર્યાય પર્યાયમાં છે. પર્યાયને જે અભૂતાર્થઅસત્યાર્થ કહી હતી–ગૌણ કરીને પર્યાય નથી એમ કહ્યું હતું તે તો પર્યાયમાં છે તેને પણ દૃષ્ટિનાં વિષય વખતે ગૌણ કરીને અભૂતાર્થ કહી છે. તેનો મતલબ એમ નથી કે પયય દ્રવ્યમાં છે અને એમ પણ નથી પર્યાય પર્યાયમાં પણ નથી. ઝીણી વાત છે બાપુ !
દ્રવ્ય બે પ્રકારનું છે : એક તો પ્રમાણનું દ્રવ્ય અને બીજું દૃષ્ટિના વિષયનું દ્રવ્ય. પ્રમાણમાં દ્રવ્યમાં દ્રવ્ય અને પર્યાય બંનેનો સમાવેશ થાય છે. જ્યારે દૃષ્ટિનાં વિષયનું દ્રવ્ય તો ત્રિકાળી ધ્રુવ છે, તેમાં પર્યાયનો સમાવેશ જ નથી. નિશ્ચયથી તો દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ જ છે, તેમાં પર્યાય છે જ નહિ - તે દૃષ્ટિનાં વિષયનું દ્રવ્ય છે. તેમાં પર્યાયને ભેળવતાં તે પ્રમાણનું દ્રવ્ય થાય
શ્રોતા :- દ્રવ્ય અને પર્યાયમાં ભેદ છે ?
પૂજ્ય ગુરુદેવશ્રી :- દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા ભેદ છે. દ્રવ્ય સર્વથા ત્રિકાળી નિત્ય છે અને પર્યાય સર્વથા અનિત્ય છે. દ્રવ્ય કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે–એમ નથી. પર્યાય સર્વથા દ્રવ્યમાં-ત્રિકાળી ધ્રુવમાં પણ નથી. પર્યાય પર્યાયમાં તો છે, પર્યાય પર્યાયમાં પણ નથી એમ નથી.
-પૂજ્ય ગુરુદેવશ્રી, આત્મધર્મ નવેમ્બર-૨૦૦૬