________________
ગાથા ૧૪૮ થી ૧૪૯
૩૯ છે. ક્યાંય એમાં ઠીક છે. આહા..હા..! અનુકૂળ છે એમ એ માનતા નથી. આહા..હા... અને સમકિતી એકલો વાંઢો મકાન વિનાનો રોગી ક્ષય રોગ લાગુ પડ્યો હોય. આહાહા.... છતાં સમકિતી તેને ખરાબ છે એમ માનતો નથી. આહા..હા...! છે એ જ્ઞાનમાં જણાય છે, જ્ઞાન જાણે છે કે, આમ છે બસ. બાકી કાંઈ છે નહિ. આહા..હા...! આટલો બધો ફેર !
દૃષ્ટિ એવી સૃષ્ટિ ! જેને ચૈતન્ય ભગવાન ઉપર દૃષ્ટિ પડી છે એને બાહ્યના અનુકૂળ ને પ્રતિકૂળના ઢગલા હોય તોપણ એને સૃષ્ટિ નામ શાંતિની ઉત્પત્તિ હોય છે. આ..હા...હા....! અજ્ઞાનીને અનુકૂળતાના ઢગલા હોય તો દૃષ્ટિ મિથ્યા છે એટલે એમાં એને પ્રેમના વાણલા વાવ્યા. પચીસ વરસથી સુખી છીએ, શરીરમાં રોગ આવ્યો નથી, સૂંઠ ચોપડી નથી, સૂંઠ પણ ચોપડી નથી એવું નિરોગ (શરીર) છે. શું પણ એમાં થયું ? આ.હા...હા...! એ બધા પુગલના ચાળા (છે), પ્રભુ ! આહા..હા..! આ..હા..હા...! પણ બેયમાં ધર્મી ક્યાંય અનુકૂળપ્રતિકૂળ છે એમ માનતો નથી. આહાહા...! કેમકે જેને આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ વીતરાગમૂર્તિ
જ્યાં દૃષ્ટિમાં આવ્યો અને આ અનુકૂળ ને પ્રતિકૂળમાં ક્યાંય બેમાં ફેર છે, એમ એ માનતો નથી. આહા..હા....!
ત્યારે પેલામાં કહ્યું છે ને ! જ્યાં સુથી શરીરમાં રોગ ન આવે, ઇન્દ્રિય હિણી ન પડે, જીર્ણતા ન આવે ત્યાં સુધીમાં આત્મહિત કરે લે). એ તો એના પુરુષાર્થની નબળાઈની ઉગ્રતા બતાવવા કહ્યું છે. એનાથી જરાવસ્થામાં (આત્મહિત) ન થાય અને રોગ અવસ્થામાં ન થાય, એ પ્રતિકૂળ છે માટે (ન થાય એમ નથી). આહાહા...! આવે છે ને ! “મોક્ષ પાહુડમાં આવે છે, “છ ઢાળામાં આવે છે. આહા...હા...! મારગડા બહુ જુદા, ભાઈ ! આહા..હા...! આ શબ્દો શ્વેતાંબરના “દશવૈકાલિક”ના છે. ઇન્દ્રિયો હિણી ન પડે, રોગની વૃદ્ધિ દેખાય નહિ.. આહા.હા...અવસ્થા જીર્ણ ન થાય, ઇન્દ્રિયો હિણી ન પડે.. આહા..હા..! ત્યાં ધર્મ કરી લેજે. એનો અર્થ છે કે, એટલી અનુકૂળતામાં ધર્મ થાય એમ છે ? પછી પ્રતિકૂળતામાં ધર્મ ન થાય. એ તો એક વૈરાગ્યથી વાત કરી. પાછો એનો અર્થ એવો લ્ય કે, જુઓ ! અનુકૂળતામાં ધર્મ કરી લે, પ્રતિકૂળતામાં ધર્મ નહિ થાય. અહીં તો કહે છે કે, પ્રતિકૂળતા ને અનુકૂળતા બન્ને એક જાત છે. આહાહા...! પગ ચાલી શકે નહિ, પગલું ભરી શકે નહિ.
અમારે “જીવરાજજી' અત્યારે જુઓ, ખાટલે પડ્યા છે, પગ ભરી શકે નહિ, બેસી શકે નહિ. દરરોજ સવારે જઈને એકવાર કહીએ, જ્ઞાયકસ્વરૂપ છે, ભાઈ ! ધ્યાન રાખજે, બાપા ! આ શું છે ઈ ભૂલી જજો. જોર બતાવે, હોં ! વારંવાર મારો એકલો પારિણામિકભાવ છે) એ હું યાદ કરું છું એમ કહે. આહા...! દોઢ મહિનાથી આમ પડ્યા છે. પેશાબ ને ઝાડા પથારીમાં થાય). એ પ્રતિકૂળતા છે માટે મને ધર્મ ન થઈ શકે અને એના પ્રત્યે દ્વેષ થાય. આ..હા..હા...! એમ નથી.