________________
ગાથા ૧૪૮ થી ૧૪૯ કર્મનો ઉદય આવે ને ! સત્તામાંથી સમીપ આવ્યો ને ! “મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ) – બધીયે કર્મપ્રકૃતિને.... આહાહા....! ચાહે તો પુણ્યની પ્રકૃતિનો ઉદય આવો કે ચાહે તો પાપ પ્રકૃતિનો ઉદય આવો, (બધું) આવે. (બન્નેને પરમાર્થે બૂરી જાણીને.” બેય પ્રકૃતિની વાત લીધી છે. એમાં ભાવ આવી ગયા. “પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.” આ..હા...!
ભાવાર્થ – “હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કામાંધ થયો થકો...” (અર્થાતુ) કામને વશ થયો થકો. હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે.” રાગ કરે છે અને એની સાથે ભાષા કરે. હાથી આમ ગલ. ગલ. ગલ ભાષા બોલે છે ને ! આમ અનુકૂળ બોલે. આહા..હા..! તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે....” એ હાથી હાથણીની અનુકૂળતાના... આહાહા..! કે પ્રતિકૂળ હોય, લ્યો ! બેયની સાથે રાગ અને સંસર્ગ કરે (તો) એ પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે....” આ.હા..!
અને જો ચતુર હાથી હોય.” આ.હા....હા..! “તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.” ભલે અનુકૂળ મનોરમ હાથણી હોય તોપણ તે ચતુર ડાહ્યો હાથી એની સાથે રાગ અને અનુકૂળ ભાષા બોલતો નથી. હાથી બોલે છે ને ! ગુલ... ગુલ. ગુલ... આમ હાથણી માટે અનુકૂળ ભાષા (બોલે). આહા..હા...! પણ ચતુર હાથી) “રાગ તથા સંસર્ગ કરતો નથી.” આહા..હા...!
તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે.” આહા..હા.! અજ્ઞાની કમની પુણ્યપ્રકૃતિ અનુકૂળ દેખીને, હમણાં અમને બધું સુખ છે, કર્મનો ઉદય અનુકૂળ છે, કુટુંબ-કબીલા બધા અનુકૂળ છે, ધંધો પણ બહુ સારો ચાલે છે.. આહા...હા...! મુનિમો પણ બધા સારા મળ્યા છે.
મુમુક્ષુ :- પ્રમાણિક મુનિમ મળ્યા છે.
ઉત્તર :- પ્રમાણિક મુનિમો મળ્યા છે. એમાં પણ શું ધૂળ થયું ? આહાહા...! મુનિમો પ્રમાણિક છે, છોકરાઓ પણ ડાહ્યા જાગ્યા છે, છોડીયું પણ સારે ઠેકાણે પડી છે, બધી રીતે હમણાં સુખી છીએ ! એમ અજ્ઞાની અજ્ઞાનમાં આવા વિકારના રાગમાં અને વાણીની અનુકૂળતામાં પકડાય જાય છે. આહા..હા..! હવે આવા તો ચોખ્ખા લખાણ છે છતાં પણ જ્યાં હોય ત્યાં લાકડા પાછા નાખે.
અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને..” પુણ્યનો ઉદય નિરોગતા. શાતાનો ઉદય, જશકીર્તિનો ઉદય.. આ..હા...હા.... બહારની બધી સામગ્રી, જેવી જોઈએ એવી, હાથી, ઘોડા. એના હાથી, ઘોડાના બધા સામાન સોનાના ને રૂપાના ! આહાહા...! અજ્ઞાની એ કર્મપ્રકૃતિના ફળને સારી જાણીને. એ તો કર્મ પ્રકૃતિ થઈ. તારો સ્વભાવ ક્યાં આવ્યો ત્યાં ? આ.હા..! ‘કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે. લોકો પણ એવું કહે