________________
૩૬
ગાથા-૧૪૮ થી ૧૪૯ ઉ૫૨ પ્રવચન
સમયસાર સિદ્ધિ-૬
૧૪૮-૧૪૯ (ગાથા). ‘હવે બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દૃષ્ટાંથી સમર્થન કરે છે ઃ– પેલું તો ‘અમૃતચંદ્રાચાર્યદેવે' સિદ્ધ કર્યું હતું. આહા..હા...! णाम को विपुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता ।
वज्जेदि तेण समयं संसग्गं रागकरणं च । ।१४८ ।। एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णादुं । वज्जंति परिहरंति य तस्संसग्गं सहावरदा । । १४९।। જેવી રીતે કો પુરુષ કુત્સિતશીલ જનને જાણીને, સંસર્ગ તેની સાથ તેમ જ રાગ કરવો પિરતજે; ૧૪૮. એમ જ કરમપ્રકૃતિશીલસ્વભાવ કુત્સિત જાણીને,
નિજ ભાવમાં રત રાગ ને સંસર્ગ તેનો પિરહરે. ૧૪૯. આહા..હા...! જેમ કોઈ કુશળ વન-હસ્તી...’ વનનો હાથી, પણ ડાહ્યો, કુશળ. પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને...' આહા...હા...! જેમ કોઈ કુશળ... ડાહ્યો. વનનો હાથી. ડાહ્યો વનનો હાથી – કુશળ. પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી...' એટલે અનુકૂળ હાથણી. મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને...' આહા..હા...! તે કુશળ હાથી બેયને બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી... યસેનાચાર્યદેવ’ની સંસ્કૃત (ટીકામાં) એમ આવ્યું (છે) કે, વચનને. મન, વચન ને કાયા ત્રણ નાખ્યા છે સંસર્ગમાં. પરમાર્થે બૂરી જાણી...' હાથણી મનોરમ – અનુકૂળ હોય કે પ્રતિકૂળ હો. આહા..હા...! તેની સાથે રાગ કે સંસર્ગ કરતો નથી....'
તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો.' પેલો કુશળ (લીધો હતો). આ અરાગી આત્મા આનંદ, જ્ઞાનસ્વરૂપ છે. આત્મા વીતરાગસ્વરૂપ છે તે રીતે વીતરાગી પર્યાયને કરતો થકો. અરાગી જ્ઞાની થયો થકો...' આહા..હા...! પોતાના બંધને માટે સમીપ આવતી ઉદયમાં આવતી)...' કહે છે, ભલે પુણ્યનો ઉદય આવે. આહા..હા...! કે પાપનો ઉદય આવે, બેયને સમિકતી બંધનું કારણ જાણે છે. પુણ્યનો ઉદય આવ્યો એટલે એમ કે પૈસા થયા ને આ બધું કુટુંબ ને કબીલા જામ્યું... એને એ દુઃખરૂપ લાગે છે. આહા..હા...!
અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી...’ (એટલે કે) ઉદય.