________________
૩૪
સમયસાર સિદ્ધિ-૬ અશુભ ઘટે છે. મિથ્યાત્વ ટળ્યું છે અને સમકિત થયું છે એ અપેક્ષાએ પેલા શુભમાં અશુભ ઘટે છે એમ કીધું છે. પણ જ્યાં હજી શુભ કે અશુભને બે માને એ તો હજી મિથ્યાષ્ટિ છે. આહા...હા...! એને તો શુભમાં અશુભ ઘટતું પણ નથી કારણ કે મૂળ અશુભ મિથ્યાત્વ તો પડ્યું છે. શુભભાવ અને અશુભભાવ બન્ને(માં) ફેર છે એવો મિથ્યાત્વભાવ તો પડ્યો છે. આહાહા...!
ઘણે ઠેકાણે એવું આવે. “જયસેનાચાર્યદેવની ટીકામાં આવે. વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ્ય છે. ઈ તો છે એનું જ્ઞાન કરાવ્યું, બાપુ ! આહાહા..! લોકોને “જયસેનાચાર્યદેવની ટીકા ઠીક પડે. તે દિ “જ્ઞાનસાગરે એના અર્થ કર્યા ને ! “જયસેનાચાર્યદેવની ટીકાના (અર્થ કર્યા. અને વિદ્યાસગરે પણ એ કર્યું છે, એણે એમાંથી બધા પદ લીધા છે. આ..હા...! બાપુ !
ધ્રુવ પોતે અંદર સ્વતંત્ર ચૈતન્ય (દ્રવ્ય છે). રાગ થાય, આવે, હોય છે પણ એ આશ્રય કરવાલાયક છે કે જરીયે લાભદાયક છે એમ નથી. જ્ઞાનીને પણ રાગ આવે, અશુભ રાગ આવે, શુભ રાગ આવે પણ અહિતકર જાણીને, હેય જાણીને, દુઃખરૂપ જાણીને દૃષ્ટિમાંથી છોડે છે. આહા...! એને દૃષ્ટિમાંથી છોડે છે. એ અસ્થિરતામાં આવી ગયા છે. આહા...હા...!
( ગાથા-૧૪૮થી૧૪૯)
अथोभयं कर्म प्रतिषेध्यं स्वयं दृष्टान्तेन समर्थयते .
जह णाम को वि पुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता। वज्जेदि तेण समयं संसग्गं रागकरणं च।।१४८।। एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णाएं । वज्जति परिहरंति य तस्संसग्गं सहावरदा।।१४९।।
यथा नाम कोऽपि पुरुषः कुत्सितशीलं जनं विज्ञाय । वर्जयति तेन समकं संसर्गे रागकरणं च।।१४८।। एवमेव कर्मप्रकृतिशीलस्वभावं च कुत्सितं ज्ञात्वा। वर्जयन्ति परिहरन्ति च तत्संसर्गे स्वभावरताः ।।१४९।।