________________
૩૩
ગાથા ૧૪૭
દુનિયાથી વિલક્ષણ લાગે. અને આ દુનિયાની હોંશું. આહા..હા..! એમાંથી અટકીને રોકાઈ જવું. આહાહા..! ત્યાં અટકે છે એનું રોકાવું (અને) અહીં આવીને રોકાઈ જવું. આહા...હા....! શુભ-અશુભ ભાવ બેય એક જ પ્રકારના છે માટે એનો રાગ (ન કરવો) અને વાણીથી પણ કંઈક ઠીક છે એમ ન કહેવું. એનો પરિચય – સંસર્ગ જ ન કરવો. આહા..હા..! કાયા ને વાણી ને મન – ત્રણેથી (સંસર્ગ ન કરવો). આહા..હા..!
રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. કેમકે “રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી.” એમ. રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી શુભ-અશુભ કર્મોનો નિષેધ કરવામાં આવ્યો છે. આહા..હા...! અહીં તો જરીયે આશ્રય કરવાલાયક છે એમ કાંઈ કહ્યું નથી. નિશ્ચયમાં જરી મદદ કરે એમ કાંઈ કહેવામાં આવ્યું નથી. અને ક્યાંક ક્યાંક કહેવામાં આવ્યું હોય છે તો સાધનને ઓળખાવ્યું છે. અંદર સાધન – રાગ કોણ છે ? જ્યાં નિશ્ચય સાધ્ય પ્રગટ્યું છે ત્યારે ત્યાં રાગ કોણ હતો ? એમ નૈગમનયથી વાત કરે અને કાં વર્તમાન છે તેને ઉપચારથી કરે. પૂર્વના રાગથી થયું એમ કહે તો ઈ નૈગમનયથી કહ્યું અને વર્તમાન રાગ છે તેનાથી કહે તો એ ઉપચારથી કહ્યું. આહા...હા...! આમ છે.
મુમુક્ષુ :- સ્વાધીનતાનો નાશ થાય છે.
ઉત્તર :- સ્વાધીનતાનો નાશ થાય છે. એનો અર્થ ઈ કે, પોતાનો ઘાત પોતાથી થાય છે. પુણ્ય અને પાપમાં સ્વાધીનતા, સ્વતંત્રતાનો નાશ થાય છે. એને બંધ કીધું ને ! બંધનું કારણ છે એટલે એનો અર્થ એનો ઘાત થાય છે). એ બંધનું કારણ છે એટલે સ્વાધીનતાનો નાશ છે, એમ. સ્વતંત્રતા જે શુદ્ધતા થવી જોઈએ (એ ન થઈ. આ.હા..હા....! સ્વાધીનતાનો નાશ થાય, પોતાનો ઘાત પોતાથી થાય એનો અર્થ ઈ. એમ. ઘાત થાય છે ને ! એને બંધમાં નાખી દીધું. આહાહા...! શુભ-અશુભ ભાવ બેયામાં) શાંતિનો ઘાત થાય છે, આત્માના સ્વભાવની શુદ્ધ પર્યાયનો ઘાત થાય છે. આહાહા....! એટલે કે ઉત્પન્ન થતી નથી તેનો ઘાત થાય છે. આહા...હા..! શુભ અને અશુભ ભાવ ઉત્પન્ન થાય છે ત્યાં શુદ્ધ ભાવ ઉત્પન્ન થતો નથી તેથી તેનો ઘાત થાય છે. એ સ્વાધીનતાનો નાશ છે, એમ. આહાહા...! આકરું પડે જગતને !
મુમુક્ષુ :- સાધકને શુભભાવ વખતે શુદ્ધિ વધી જાય છે.
ઉત્તર :- ધૂળમાંય વધતી નથી. ઈ તો બીજી વાત કરે છે. સમ્યગ્દર્શન છે, દૃષ્ટિ શુદ્ધ (સ્વભાવ) ઉપર પડી છે, શુદ્ધ ઉપર વિશેષ (સ્થિર થાય છે) એને જે શુભભાવ છે એમાં જરી અશુભ (ભાવ) ઘટ્યો છે. એમ. એને (માટે તે વાત છે). છતાં શુભભાવ છે એ છે તો બંધનું કારણ પણ ‘સને સને એ મોક્ષમાર્ગમાં આવે છે ને ! અને એટલે સ્વભાવની દૃષ્ટિ થઈ છે. શુભાશુભ ભાવ બંધનું કારણ છે. ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમૂર્તિ તે મુક્તિનું કારણ છે. એવો અનુભવ, સમ્યગ્દર્શન થયું છે. એને માટે એ વાત કરી છે. ત્યાં શુભ છે એમાં