________________
ગાથા ૧૪૭
૩૧
तम्हा दु कुसीलेहि य रागं मा कुणह मा व संसग्गं। साहीणो हि विणासो कुसीलसंसग्गरायेण ।।१४७।। તેથી કરી નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો,
છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭. આમ કહે છે. જેમ કુશીલ (ખરાબ) એવી મનોરમ અને અમનોરમ હાથણી....” મનોરમ (અમનોરમ એટલે) અનુકૂળ અને પ્રતિકૂળ. ‘હાથણીરૂપ કૂટણી સાથે રાગ અને સંસર્ગ (હાથીને) બંધનાં કારણે થાય છે.” જે હાથણી મનોરમ – અનુકૂળ હોય અને પ્રતિકૂળ હોય. બેય હાથણી બંધનું કારણ છે. આ ખાડામાં નાખીને પકડે છે. બન્ને રાગ અને સંસર્ગ બંધના કારણ થાય છે. એના પ્રત્યેનો પ્રેમ અને એનો સંસર્ગ કરવો એ બધા બંધના કારણ છે. આહા...હા...!
અહીં તો કહે છે કે, ચાહે તો જાત્રાનો ભાવ હો કે ચાહે તો દુનિયાના વેપારના, હિંસાના (ભાવ હો).. આહા...હા...! સમેદશીખરની જાત્રાનો ભાવ હોય અને દુકાનનો માલ વેચવાનો ભાવ (હો) બેય ભાવ બંધના કારણ છે. આહા..હા...!
મુમુક્ષુ – દાખલો (આપો એટલે ખ્યાલ આવે).
ઉત્તર :- દાખલો.. આ...હા...હા...! અહીં તો સામાન્ય વાત કરે છે. આમ જુઓ તો સમેદશીખરનો જાત્રાનો ભાવ અને દુકાને બેસીને વેપારનો ભાવ એ અશુભ છે, પેલો શુભ છે, બેય બંધનું કારણ છે. આહા..હા..! આવું કામ છે. દુકાને બેસીને ધંધાનો ભાવ અને (એ બધું છોડીને બિચારો મેદશીખર જાત્રાએ જાય (કે) ભઈ ! અમેદશીખરની જાત્રા માટે આઠ દિ’ની નિવૃત્તિ લ્યો. એ ‘ચીમનભાઈ ! બેય (ભાવ) વિકલ્પ છે, બાપુ ! શુભ અને અશુભ બેય રાગ છે. એ મનોરમ અને અમનોરમ હાથણીના પેઠે બેય બંધના કારણ છે. આહાહા.! આકરું કામ પડે માણસને. દુકાનનો ધંધો છોડી અને કોઈ પાંજરાપોળના કામ કરવા જાય, કોઈની સેવા માટે જાય તોપણ કહે છે કે, બેય ભાવ સરખા છે.
પ્રશ્ન :- અમારી સ્વાધીનતા શું રહી ?
સમાધાન :- સ્વાધીનતાનો નાશ થાય છે. સ્વતંત્રતા, શાંતિ રહી નહિ. ઈ તો હવે આવે છે ને ! શાંતિ. જ્ઞાયકભાવ. વીતરાગસ્વભાવથી ભરેલો ભગવાનઆત્મા એની વિતરાગતાની પર્યાયને શુભ અને અશુભભાવથી ઘા પડે છે. આ...હા...! “કર્તા-કર્મ અધિકારમાં આવ્યું નહિ ? જે વીતરાગ પર્યાય – ઉદાસીન પર્યાય ઉત્પન્ન થવી જોઈએ એને છોડીને શુભાશુભ ભાવ ઉત્પન્ન કરે એ કર્તા-કર્મ બંધનું કારણ છે. આહા..હા...! કર્તા-કર્મ અધિકારની ૬૯-૭૦ (ગાથા). આહાહા....!
પ્રશ્ન :- પુણ્ય-પાપ અને કર્તા-કર્મ અધિકારમાં ફેર શું ? સમાધાન :- એક જ સરખુ છે. કર્તા-કર્મમાં કર્તા-કર્મ સિદ્ધ કરવું છે, અહીં પુણ્ય