________________
ગાથા૧૪૬
૨૯
કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી....’ શુભ અને અશુભ ભાવ સોના અને લોઢાની બેડીની અપેક્ષાએ, શુભ સોનાની બેડી, અશુભ લોઢાની બેડી (છે). આહા..હા...! બંધનમાં કાંઈ ફેર નથી, બેય બાંધે છે.
તેવી રીતે શુભ અને અશુભ કર્મ...’ કાર્ય - ભાવ, ભાવ કે બંધન. મૂળ અહીં કર્મથી ઉપાડ્યું છે ને એટલે કેટલાક લોકો એમ કહે (છે) કે, ઈ તો કર્મની વાત છે, ભાવની વાત કર્યાં છે ? એમ કહે છે. પણ આ હેતુ, સ્વભાવ, (અનુભવ, આશ્રય એમ) ચા૨૫ણે તો સ્પષ્ટ કર્યું છે. આહા..હા...! શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (– જીવને) બાંધે છે...’ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ, તપનો ભાવ હો કે ચાહે તો હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ, કામ, ક્રોધ, રાગ-દ્વેષના ભાવ હો, બેય ભાવ બંધનનું કારણ છે. આહા..હા...! બેયમાં એકેય ધર્મ અને ધર્મનું કારણ છે નહિ.
મુમુક્ષુ :- ભાવબંધ...
ઉત્તર :- ઈ પોતે બેય ભાવબંધ જ છે. શુભ-અશુભ ભાવ ભાવબંધ છે અને જડ છે ઈ દ્રવ્યબંધ છે. ભાવબંધ એક જાત છે અને જડબંધ છે એક જાત છે. પુદ્ગલનું ફળ, એક જાત છે. આહા..હા...!
મુમુક્ષુ :- ભાવબંધ...
ઉત્તર :- ઈ પુણ્ય-પાપના ભાવ એ જ ભાવબંધ છે. ઈ કહેશે. ઈ તો પેલામાં આવ્યું ને ! સ્વયં સમસ્ત કર્મ પોતે બંધમાર્ગને આશ્રિત છે. ઈ (૧૦૨) કળશમાં આવી ગયું. ઈ શુભ-અશુભ ભાવ પોતે જ બંધને માર્ગે આશ્રિત છે. આહા..હા...! આકરું પડે જગતને. તેથી એમ કોઈ કહે કે, શુભ-અશુભ ભાવ વ્યવહાર રત્નત્રય કરતા નિશ્ચય થાય. ઘણે ઠેકાણે આ લાકડા ગરી ગયા છે. આવે ક્યાંક લખાણમાં આવે પણ ખરું પણ ઈ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે (કે) નિમિત્ત આવું હતું. એ વસ્તુ પોતે આત્માને કોઈ મદદ કરે છે કે ધર્મનું કારણ છે એમ નથી. આહા..હા...!
કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી.' ચાહે તો શુભભાવ હો કે અશુભભાવ હો, બેય બંધનું કારણ છે. બંધના કારણની અપેક્ષામાં કાંઈ ફેર નથી. વ્યવહારે ફે૨ કહે પણ ઈ ૫રમાર્થે ફેર છે નહિ. એટલે ખરેખર ફેર નથી. વ્યવહારે કહે કે અશુભભાવથી શુભ(ભાવ) ઠીક (છે), એમ. આહા..હા...! પરમાર્થે વાસ્તવિક રીતે તો એ શુભ અને અશુભ બેય ભાવ બંધના કારણ (છે) અને એક જ રૂપે બંધ છે. આ..હા...! ૧૪૬ (ગાથા પૂરી) થઈ. ૧૪૭ (ગાથા).
-