________________
ગાથા ૧૪૬
ર૭
અને અશુભ ભાવ બે હેતુ અજ્ઞાનરૂપ છે. એટલે હેતુમાં કોઈ ફેર નથી.
“સ્વભાવ” (એટલે) એનું પુદ્ગલમાં) બંધન પડે કે, શુભભાવથી પુણ્ય બંધાય અને અશુભભાવથી) પાપ (બંધાય). એ બધો પુગલ સ્વભાવ છે. એમાં પણ કાંઈ ભેદ છે નહિ. “અનુભવ” શુભનો અનુભવ પણ દુઃખરૂપ છે અને અશુભનો અનુભવ – પણ દુઃખરૂપ ફળ છે. આહાહા....! એમાં ક્યાંય આત્માનો આનંદ નથી. શુભ પરિણામનું ફળ શાતાવેદનીય આદિ આવે પણ એમાં પણ સુખરૂપ કલ્પના છે, ઈ છે દુઃખ. એટલે ફળમાં ફેર નથી. શુભનું ફળ સારું અને અશુભનું ફળ ખરાબ, એવું કાંઈ નથી. બેયનું ફળ એક જ છે. આ.હા...!
આશ્રય. શુભઅશુભ બંધનું કારણ એ બંધને આશ્રયે છે. શુભ કોઈ મોક્ષને આશ્રયે અને અશુભ બંધને આશ્રયે (છે) એવા આશ્રયમાં ભેદ નથી. આહાહા...! બેયનો) એક જ આશ્રય છે. શુભ અને અશુભ ભાવ બેય બંધને આશ્રયે જ થાય છે.
‘એ ચારનો (અર્થાત્ એ ચાર પ્રકારે)” (સવા પિ) “સદાય.” આહાહા...! (મેવા) અભેદ હોવાથીચારે બધા અભેદ – એક જ છે. આહા...હા...! (ન દિ મે:) “કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. આ કારણે કોઈ પુણ્ય ઠીક છે અને પાપ અઠીક છે અથવા પુણ્યનું બંધન થાય એ ઠીક (છે) અને પાપનું અઠીક (છે) એમ છે નહિ. બધું બંધનું કારણ અઠીક છે. (તદ્ સમસ્ત સ્વયં “માટે સમસ્ત કર્મ પોતે...” કર્મ જે છે, શુભ-અશુભ ભાવ કે બંધન એ પોતે નિશ્ચયથી' (વીમા-સાશ્રિતમ્) “બંધમાર્ગને આશ્રિત હોવાથી.” આહા..હા....! એ વ્રત, તપ, ભક્તિ, પૂજા, દાન, દયા આદિ ભાવ અને હિંસા, જૂઠું, ચોરી, વિષય (આદિ) ભાવ, એ બન્ને ભાવ બંધને આશ્રયે છે. આહાહા..! આવું છે. લોકોને ખટક પડે.
શુભ-અશુભ ભાવ બેય બંધરૂપ છે અને બેય બંધનું કારણ છે. બેય અજ્ઞાનરૂપ છે. આહાહા...! બંધનું કારણ હોવાથી, કર્મ એક જ માનવામાં આવ્યું છે...... કર્મ તો એક જ પ્રકારે છે). “કર્મ' શબ્દ લીધો હતો ને ! એટલે. બાકી પછી ચાર પ્રકાર પાડ્યા. કર્મ એક જ માનવું યોગ્ય છે. એ ૧૪૫ ગાથાનો કળશ કહ્યો.
هههههههههه
ગાથા-૪૬ છે)
अथोभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति -
सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं। बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।।१४६।।