________________
૨૮
સમયસાર સિદ્ધિ-૬, सौवर्णिकमपि निगलं बध्नाति कालायसमपि यथा पुरुषम् ।
बध्नात्येवं जीवं शुभमशुभं वा कृतं कर्म ।।१४६।। शुभमशुभं च कर्माविशेषेणैव पुरुषं बध्नाति, बन्धत्वाविशेषात्, काञ्चनकालायसनिगलवत् ।
હવે, (શુભ-અશુભ) અને કર્મો અવિશેષપણે કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે એમ સિદ્ધ કરે છે :
જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને,
એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬. ગાથાર્થ :- (થા] જેમ સિવવમ સુવર્ણની દુનિયા બેડી [બપિ પણ પુરુષ પુરુષને વંદનાતિ બાંધે છે અને વિનાયરસ] લોખંડની [ પ પણ બાંધે છે, વુિં તેવી રીતે શુમમ્ વા ગામમ| શુભ તેમ જ અશુભ ાિં રુ કરેલું કર્મ (નીવં] જીવને વિશ્વાતિ (અવિશેષપણે) બાંધે છે.
ટીકા :- જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે કારણ કે બંધનપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી, તેવી રીતે શુભ અને અશુભ કર્મ કાંઈ પણ તફાવત વિના પુરુષને (-જીવને) બાંધે છે કારણ કે બંધપણાની અપેક્ષાએ તેમનામાં તફાવત નથી.
ગાથા–૧૪૬ ઉપર પ્રવચન
હવે, (શુભ-અશુભ) બને કર્મો અવિશેષપણે....” એટલે સામાન્યપણે કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે.” આહા..હા...! “એમ સિદ્ધ કરે છે :- ૧૪૬ (ગાથા).
सोवण्णियं पि णियलं बंधदि कालायसं पि जह पुरिसं। बंधदि एवं जीवं सुहमसुहं वा कदं कम्मं ।।१४६।।
જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને
એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬. ટીકા :- જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે.” સોનાની બેડી હોય કે લોઢાની હોય. આહાહા..! એમ શુભભાવ હોય કે અશુભ (ભાવ) હોય, બેય બંધનનું કારણ છે. એમાં ધર્મનું એકેય કારણ છે નહિ. આહા..હા...!