________________
૪૦
સમયસાર સિદ્ધિ-૬ અહીં તો કહે છે કે, કર્મપ્રકૃતિ સારી, બહારમાં આમ અનુકૂળતા આવે.. આહા..હા...! એકને જ્યાં હુકમ કરે ત્યાં હજાર હાજર થાય. શું જોઈએ છે પ્રભુ પાણી ? એને ઠેકાણ બરફ આપે, આઈસક્રીમ આપે. કહો, “ચીમનભાઈ ! તમારા શેઠનું તમે ઘણું બધું જોયું હશે, નહિ? આહા..હા..! પચાસ કરોડ રૂપિયા ! અત્યારે મોટો માણસ વૈષ્ણવ, “મુંબઈ' ! આ..હા...હા...! શું છે પણ એમાં ? જ્યાં હોય ત્યાં દુકાનો, મુનિમો સારા, પેદાશ સારી આપે, હોંગકોંગમાં દુકાન, મકાન, ફલાણામાં દુકાન, ઢીકણામાં દુકાન. “મધુ', “શાંતિભાઈનો ભાઈ કહેતો, એમની દુકાન હોંગકોંગમાં છે. દુકાનનું નામ “કેવળચંદ ને? શું હતું? “કીલાચંદ દેવચંદ ! ત્યાં હોંગકોંગમાં પણ છે. અહીં લાખોની પેદાશ છે. પેલાની પેદાશ મોટી હશે, પચાસ કરોડ રૂપિયા ! પણ એથી શું ? અરેએમાં આત્માને શું ? આહાહા...અજ્ઞાની અનુકૂળતામાં રાગ કરે છે અને પ્રતિકૂળતામાં દ્વેષ કરે છે. એ બેય તો પ્રકૃતિના ફળ છે, એમાં એકમાં રાગ ને એકમાં દ્વેષ (કરવો) એનો અર્થ શું ? કહે છે. આહા..હા...!
તેથી બંધમાં પડી...” આહા..હા...! એ અનુકૂળતાના શરીર ને વાણી આદિ સાધન જોઈને, પ્રકૃતિના બધા ફળ અનુકૂળ હોય અને શરીરમાં રોગ (હોય) ને વાણી બોલી શકાય નહિ, બહારના પ્રતિકૂળ સાધન હોય).. આહા..હા...! એકલો માણસ હોય, પણ નરકનો નારકી લ્યો ને ! સાતમી નરકનો નારકી ! આહાહા...! સમ્યગ્દષ્ટિ હોય એને) એટલી પ્રતિકૂળતા હોય) કે, તેંત્રીસ સાગર પાણીનું બિંદુ નહિ, આહારનો કણ નહિ, શીતળતાનો પાર નહિ. શીતળતા તે શીતળતા ! આહા..હા...! એ તો એક શરીર સહન કરે, છતાં આયુષ્ય હોય ત્યાં સુધી એનું કાંઈ ન થાય. આહાહા...! છતાં એ વખતે સમ્યગ્દષ્ટિ.. આહા..હા...! એવી સાતમી નરકની પ્રતિકૂળતાને જાણવા લાયક માને છે. એના પ્રત્યે દ્વેષ (થતો નથી કે, આ પ્રતિકૂળ કેમ ? હવે અનુકૂળ પ્રકૃતિ આવે તો ઠીક (એમ થતું નથી). આહા...હા....! એક કોર સાતમી નરકનો નારકી અને એક કોર “રાવણ ! સ્ફટિકમણિના બંગલા ! બેય સરખા છે. આહા...હા...! બેય પુદ્ગલના નાટક છે. આહાહા...! એમાં પ્રભુ આત્મા ક્યાંય આવ્યો નહિ. આહા.હા!
એમ બંધમાં પડી પરાધીન થઈને...” આહા...હા...! “સંસારનાં દુઃખ ભોગવે છે...” એ સ્ફટિકમણિના બંગલા અને હજારો રાણીઓ ખમા ખમા કરે. આ..હા..! દુઃખી છે. અરે..! આ દૃષ્ટિ છે. દષ્ટિ અને સ્વીકારે કે મને અનુકૂળ છે. પેલો દૃષ્ટિનો સ્વીકાર કરે) કે, સાતમી નરકનો નારકી કહે, આ મને પ્રતિકૂળ છે. તો કહે છે), ના. આહા..હા...! અહીં તૃષા લાગે ત્યાં ઠંડા બરફના પાણી, મોસંબીના (રસ) મળે, ત્યાં તેંત્રીસ સાગર સુધી પાણીનું એક) બિંદુ ન મળે. છતાં એ તો પ્રકૃતિના ફળ છે, પ્રભુ ! આહાહા..! એ જડનો સંસાર છે. એમાં પ્રભુઆત્મા નથી. આત્મા એનાથી જુદો છે. આહા...! એવા ભાનમાં.. આહાહા...! એને પરાધીનતા થતી નથી. અને અજ્ઞાની બંધમાં પડી, પરાધીનતાનું) દુઃખ ભોગવે છે.