________________
ગાથા ૧૪૮ થી ૧૪૯
૩પ यथा खलु कुशलः कश्चिद्वनहस्ती स्वस्य बन्धाय उपसर्पन्तीं चटुलमुखीं मनोरमाममनोरमां वा करेणुकुट्टनी तत्त्वतः कुत्सितशीलां विज्ञाय तया सह रागसंसर्गो प्रतिषेधयति, तथा किलात्माऽरागो ज्ञानी स्वस्य बन्धाय उपसर्पन्ती मनोरमाममनोरमां वा सर्वामपि कर्मप्रकृति तत्त्वतः कुत्सितशीलां विज्ञाय तथा सह रागसंसर्गों प्रतिषेधयति।
હવે, બને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દખંતથી સમર્થન કરે છે :
જેવી રીતે કો પુરુષ કુત્સિતશીલ જનને જાણીને, સંસર્ગ તેની સાથે તેમ જ રાગ કરવો પરિત; ૧૪૮. એમ જ કરમપ્રકૃતિશીલસ્વભાવ કુત્સિત જાણીને,
નિજ ભાવમાં રત રાગ ને સંસર્ગ તેનો પરિહરે. ૧૪૯. ગાથાર્થ :- (યથા નામ જેમ [ોડપ પુરુષ: કોઈ પુરુષ િિાશીત કુત્સિત શીલવાળા અર્થાત્ ખરાબ સ્વભાવવાળા (ન] પુરુષને [વિજ્ઞાય] જાણીને તેના સમb] તેની સાથે સિં ૨ રાવરVi] સંસર્ગ અને રાગ કરવો વિર્નયતિ] છોડી દે છે, વિમ્ વ વા તેવી જ રીતે સ્વિમવરતા:] સ્વભાવમાં રત પુરુષો ર્મિપ્રકૃતિશીનરૂમાવં] કર્મપ્રકૃતિના શીલ સ્વભાવને રુિતિં કુત્સિત અર્થાતુ ખરાબ (જ્ઞાત્વા] જાણીને તિif, તેની સાથે સંસર્ગ વિર્નયત્તિા છોડી દે છે પિરિહરન્તિ ના અને રાગ છોડી દે છે.
ટીકા – જેમ કોઈ કુશળ વન-હસ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી, તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ) – બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.
ભાવાર્થ :- હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કામાંધ થયો થકો તે હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે, અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી; તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે, અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી.