________________
૩૨
સમયસાર સિદ્ધિ-૬
પાપના ભાવ બેય સરખા (છે), ઈ સિદ્ધ કરવું છે. પેલામાં કર્તા (એટલે કે) કરનારો અને કર્મ, બેય અભેદ છે (એમ સિદ્ધ કરવું છે). એટલે કે અજ્ઞાન-કર્તા અને પુણ્ય-પાપ એનું કામ, એ કર્તા-કર્મ એક છે, અજ્ઞાન છે. આત્મા સ્વભાવિકનો કર્તા અને એનું વિકારી કાર્ય એમ ભેદ નથી. આહા...હા...! ક્યાં પણ નવરાશ (છે) ? નિવૃત્તિ ન મળે. આહા........! આ તો મોટા બીજા ભાગની વાત છે ને !
‘કુશીલ એવાં શુભ અને અશુભ...’ એ પણ કુશીલ. જોયું ? કુશીલ એટલે ખરાબ એવી હાથણીની પેઠે (અને) મનોરમ – અનુકૂળ હાથણી હોય પણ હાથીને તો બેય બંધના કા૨ણ છે. એમ શુભભાવ તને મનો૨મ લાગે અને અશુભ રાગ અમનોરમ લાગે (તોપણ) બેય બંધના કારણ છે. આ..હા...! લોકો આમાંથી ઘણું બીજું કાઢે છે કે, આ તો નિશ્ચયની વાત છે, પણ વ્યવહાર આવે છે એ કારણ છે. વ્યવહાર આવે એ કારણ છે. તો વ્યવહાર આવે એને સાધન કહ્યું છે એ તો જ્ઞાન કરાવ્યું છે.
બાપુ ! એ
નિશ્ચયથી તો દુવિĒ પિ મોપદેરું જ્ઞાળણ પાપળવિ નં મુળી નિયમા।” (‘દ્રવ્યસંગ્રહ ગાથા-૪૭)’ શુભ-અશુભ વિકલ્પ છે એ તો આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે. આહા..હા...! અહીંયાં તો આત્મા શુભાશુભ ભાવથી રહિત જ્ઞાયકભાવમાં ધ્યાનમાં એકાગ્ર થાય ત્યારે તેને સાચો – નિશ્ચય મોક્ષમાર્ગ ઉત્પન્ન થાય છે. આહા..હા...! અને તે વખતે રાગ કાંઈ બાકી છે, હજી પૂર્ણ વીતરાગતા થઈ નથી એથી એને વ્યવહા૨ મોક્ષમાર્ગ તરીકે કહેવામાં આવ્યું છે. આવી વસ્તુ છે. એ દુવિહં પિ મોવપહેરું જ્ઞાળણ પાપળવિ એમ કીધું છે. એનો સા૨ આખો (કહી દીધો). આહા..હા....!
અહીંયાં તો જેને આત્મકલ્યાણ કરવું હોય એને માટે વાત છે. એને શુભ ને અશુભ ભાવ બેય અકલ્યાણનું કારણ છે. તેથી તેને હાથણીની પેઠે કુશીલ એવો શુભ... ઓ...હો..હો...! અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ...' વચનથી પણ એનો પિરચય – સંસર્ગ એમ ન કરવો કે, આ ઠીક છે એમ વચનથી પણ કહેવું નહિ. આ...હા...! રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી,...' એમાં બહુ પિરચય કરવાથી. રાગ અને બહુ પરિચય કરવાથી. સંસર્ગ બંધના કારણ હોવાથી, શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે.’ લ્યો ! અહીં તો શુભાશુભ કર્મ લીધું છે હોં ! પણ એના કારણો ભાવ (આદિ) ચારે આવી ગયા. આહા..હા...!
પેલા આમાંથી વિશેષ કાઢે છે ને ! એમ કે, અહીં કર્મ કીધું છે, કંઈ શુભાશુભ ભાવ (નથી કહ્યા). પણ એ ખુલાસો કર્યો ને ! “અમૃતચંદ્રાચાર્યે” પોતે કર્યો. (તો કહે) ‘અમૃતચંદ્રાચાર્યે’ એમ કહ્યું છે પણ ‘કુંદકુંદાચાર્યદેવ' તો કર્મ જ કહે છે. પણ ઈ કર્મમાં બધું આવી ગયું. શુભાશુભ ભાવકર્મ, જડકર્મ, એના ફળ અને બંધમાર્ગનો આશ્રય. એ શુભનો આશ્રય એ બંધમાર્ગનો આશ્રય છે. આહા..હા...!