________________ 18 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જેને જવાબ કેઈની પાસે નથી હેતે. કેમકે –ત્રણે લેકના ત્રણે કાળમાં સુવર્ણ અને માટીને મિશ્રિત કરનાર કોઈ નથી. તેમ ઇંડા વિના મરધી જન્મતી જ નથી તેમ મરઘી પહેલા ઇંડુ હોતું નથી. તેવી રીતે, કેરીનું ઝાડ ન હોય તે ગેટલી કયાંથી? અને તે વિના કેરીનું ઝાડ કયાંથી? ભલભલાની મતિને વિતંડાવાદમાં ફસાવી નાખે તેવી આ વાત છે. છતાં પણ સંસારની ત્રણે વસ્તુ સૌની પ્રત્યક્ષ છે. માટે અવળા કુતર્કોના ચકાવે નહિં ફસાયેલે બુદ્ધિશાળી માનવ એક જ જવાબ આપશે કે આ અને આના જેવા બધાય પ્રશ્નો અનાદિકાળના છે, જે કેઈના પ્રયત્ન વિશેષથી પણ ઉત્પાદિત નથી. અથવા તેમાં ફેરફારને પણ અવકાશ નથી. " સંસારમાં પૌગલિક રજ સૂક્ષમ અને સ્થૂળ રૂપે બે પ્રકારની છે, તેમાંથી પિતાના અધ્યવસાય વિશેષ વડે જીવાત્મા આઠ પ્રકારની સૂક્ષ્મ કર્મવર્ગણા(રજ)ગ્રહણ કરે છે, અને જેનું ગ્રહણ થાય છે તેનું વિસર્જન પણ તર્કગમ્ય છે. આ ન્યાયે આત્મા સાથે નિકાચિત કે અનિકાચિત રૂપે ચૂિંટેલા કર્મોને છેડતે આત્મા નવા કર્મોને ગ્રહણ કરતો જાય છે માટે એક જીવની અપેક્ષાથી પ્રવાહથી અને અનેક જીવોની અપેક્ષાએ કર્મો અનાદિના છે. - જેની આદિ છે તેને અંત પણ નિશ્ચિત હોવાથી પ્રવાહની અપેક્ષાએ કે જયારે આત્માને ચુંટે છે તે સમયે તેની આદિ થઈ કહેવાય છે. અને તપસ્યા વિશેષથી તે કર્મોને