________________ 16 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તે પહેલામાં પિતાનાથી અતિરિક્ત જીવોની હિંસા થાય છે. બીજામાં તેના સુખ-શાંતિ અને સમાધિ સમાપ્ત થાય છે. ત્રીજા ભાગમાં ક્રોધ-કષાયથી પિતાના શરીરને હાનિ થાય છે અને ચેથામાં પિતાની અવળચંડાઈ, ગેરવર્તણુંક, પાપી અને સ્વાર્થ ભાવનાના કારણે આપણા દુઃખ, દરિદ્રતા, અસમાધિ, શેક, સંતાપ તથા આર્તધ્યાનમાં આપણે જ કારણ બનીએ છીએ. આ ચારે પ્રકારની જીવહિંસામાં વિષયવાસનાની તીવ્ર ભાવનાવાળા, કેધ કષાયમાં ધમધમતા તથા ઇન્દ્રિયેના ગુલામોને સમાવેશ થાય છે. - વૈરાગ્ય અને ભાવદયાના માલિક મહાવ્રતધારી મુનિરાજેએ પાપના દ્વારે સર્વથા બંધ કરી દીધેલા હોવાથી કેઈ પણ જીવને મનસા–વચસા અને કાયાથી મારવાની બુદ્ધિ વિનાના હવાથી જીવહિંસા વિનાના હોય છે. જ્યારે ગૃહસ્થ શ્રાવકોને થડી માત્રામાં જ વ્રત હોવાથી જેટલી માત્રામાં ઉપગવાળા થશે તેટલી માત્રામાં જીવહત્યાને ત્યાગ તેમના ભાગ્યમાં રહેશે. ત્રસ અને સ્થાવરરૂપે જીવ બે પ્રકારના છે. તેમાંથી સ્થાવર જીને (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ) ગૃહસ્થ ત્યાગી શકતું ન હોવાથી ત્રસ જીવેને (બેઈન્દ્રિય, ત્રીરન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય) ઘાત ન કરે, તેમ છતાં પણ ગૃહસ્થાશ્રમના નિભાવ માટે હાટહવેલી–ખેતી વગેરેના કારણે ત્રસ જીની હત્યા થયા વિના