________________ 14 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 25 ક્રિયાઓન–કાયિકી, અધિકરણિકી, પ્રાષિક, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી, આરંભિકી, પારિગ્રફિકી, માયાપ્રત્યયિકી, મિથ્યાદર્શન પ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનિકી, દાર્શનિક, સ્પાર્શનિકી, પ્રતીત્યિક, સામતે પનિપાતિકી, શસ્ત્રિકી, સ્વ. હસ્તિકી, આયનિકી, વૈદારણિકી, અનાગિકી, અનવકાંક્ષા પ્રત્યયિકી, પ્રાયોગિકી, સામુદાયિકી, રાગ પ્રત્યયિકી, દ્વેષ પ્રત્યયિકી અને ઐર્યાપથિકી. (નવતત્વ પ્રકરણઃ ગાથા 22, 23, 24) મન, વચન અને કાયા નામે ત્રણ યુગ છે. હિંસા રાગ-દ્વેષ અને પ્રસાદના કારણે જીવેનું મારણ, પીડન, હનન, ત્રાસન, ભત્પાદન આદિ થાય તેને હિંસા કહેવાય છે. કાજલની ડાબલીમાં જેમ કાજલ પૂર્ણરૂપે ભરેલ છે તેવી રીતે સંસારની દશે દિશાઓમાં અનંતાનંત જી રહેલા છે, તેથી જે દિશા તરફ જીવાત્માનું હલનચલન થશે ત્યાં જીવહિંસા રહેલી જ છે. જૈનશાસને પ્રમાદજન્ય ગંદી ભાવનાઓ અને કષાયભાવે આદિના કારણે થતી ક્રિયાઓ અને તે દ્વારા થતી જીવહત્યાને જ પ્રાણાતિપાત કહ્યો છે. અન્યથા બીમાર માણસને જીવિતદાન દેવાની ઈચ્છાવાળા ડોકટરે થિએટર પર લીધેલા બીમારનું ઓપરેશન કરે છે અને ડોક્ટરની પાકી સાવધાની છતાં પણ તેનું મૃત્યુ થાય છે. બીમાર પુત્રને તેની માવડી બલજબરીથી છેવટે મેઢામાં વેલણ નાખીને પણ કડવી દવા