________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 13 કોઈનાથી પણ અનુત્પાદિત જીવાત્માને એક એક પ્રદેશ પર અનાદિ કાળથી સત્તા જમાવીને રહેલ આશ્રવ તત્વને જિનેશ્વરદેવે કહ્યું છે. જે હિંસા, મૃષાવાદ, અદત્ત, અબ્રહ્મ અને પરિગ્રહ રૂપે પાંચ પ્રકારે છે. બીજી રીતે આશ્રવને 42 પ્રકારે કહેવામાં આવ્યું છે, તે આ પ્રમાણે - પ-ઈન્દ્રિય. ૪-કષાય, પ–અવ્રત, ૨૫–ક્રિયા અને ૩–ગ. 5 + 4 + 5 + 25 + 3 = 42. ઈન્દ્રિય એટલે આત્મા જે સાધન વડે સ્પર્શન, સ્વાદન, ધ્રાણુન, દર્શન અને શ્રવણનું જ્ઞાન કરે તે જ્ઞાનેન્દ્રિયે પાંચ પ્રકારની છે. સ્પશેન્દ્રિયઃ આનાથી કર્કશ, મૃદુ આદિ સ્પર્શ જ્ઞાન થાય છે. રસનેન્દ્રિયઃ આનાથી ખાટું, તીખું, કડવું આદિનું જ્ઞાન થાય છે. ધ્રાણેન્દ્રિય H આનાથી દુર્ગધ અને સુગંધનું જ્ઞાન થાય છે. ચક્ષુરિન્દ્રિયઃ આનાથી કાળું–ધળું આદિ રૂપનું જ્ઞાન થાય છે. શ્રવણેન્દ્રિય H આનાથી સાંભળવાનું જ્ઞાન થાય છે. " કે " આ પ્રમાણે પાંચે ઈન્દ્રિયેના 23 વિષયેનું ગ્રહણ આત્મા પિતે રાગ-દ્વેષથી પ્રેરાઈને કરે છે. ક્રોધ, માન, માયા અને લેભ રૂપે કષાય ચાર ભેદે છે. ' ' પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય), અદત્તદાન (ચોર્યકર્મ), અબ્રહ્મ (દુરાચાર-મૈથુન), પરિગ્રહરૂપે અવત પાંચ પ્રકારે છે