________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 11 હેમવાનું પણ કહે છે. યાવત્ બત્રીસ લક્ષણ બાળકને પણ બલી પર ચડાવવાનું ચૂક્યા નથી. બનાવૃત કૂવા” આમ કહીને અમુક પ્રસંગે બ્રાહ્મણના જૂઠ વચનને તે ચાહે હાસ્યમાં, સ્ત્રી સહવાસમાં, વિવાહ પ્રસંગમાં અથવા પ્રાણુનાશના સમયમાં બોલેલું હોય તેને પાપ માનતા નથી. “ઘરથાનિ જોઠવત' પારકાનું ધન માટી તુલ્ય છે, તેમ કહીને પણ બ્રાહ્મણને ચેરીનું પાપ લાગતું નથી. તેવી રીતે અનેક બ્રહ્મચારી યુવાનેએ બ્રહ્મચર્યની સાધનાથી સ્વર્ગ મેળવ્યું છે, તેમ કહીને પણ “મપુત્ર તર્નાહિત” એટલે કે પુત્રના પિતા બન્યા વિના બાપની સગતિ થતી નથી. ઇત્યાદિક વિરોધાભાસ વચનેથી જાણવાનું સરળ બને છે કે, તેમના કથન કરનારા સર્વજ્ઞ હેઈ શકે નહિ. માટે છદ્મસ્થવસ્થા જેમની નિર્મૂળ થઈ છે તેવા કેવળજ્ઞાનીઓના વચન વિરોધ વિનાના છે. સાધુધર્મની મર્યાદા જે રીતે નિર્ણત થઈ છે તેમાં કંઇ પણ ફેરફારને સ્થાન છે જ નહિ, તેવી રીતે શ્રાવકધર્મની મર્યાદા પણ સૌને માટે એક સમાન જ છે. બેશક! તારતમ્યભાવે તેના પાલનમાં બધાય શ્રાવકશ્રાવિકા સરખા ન રહી શક્યા હોય કે ન રહી શકતા હોય તે પણ કાનુન કાયદાઓ તેમના તેમ અકબંધ જ રહેવા પામ્યા છે. આગમ. आगम्यन्ते जीवादितत्त्वानि हेयोपादेयानि चेति आगम: