________________ 10 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તથા ઈન્દ્રિયેને માટે સરસ અને સશક્ત પિય છે, તેમ જૈનશાસનના પ્રવચનને સાર જાણ, તેનું નામ સમચારિત્ર છે. જેની આરાધનાથી આશ્રવને પરિહાર અને સંવરને સ્વીકાર સુલભ બને છે. મેહનીય કર્મને સમૂળ નાશ થયા પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોને પણ નાશ થાય છે. ત્યાર બાદ તરત જ જીવાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ચારે ઘાતકર્મોને એકેય અણુ રહેવા પામતે નહિ રહેવાથી, વાદળાઓ વિનાને સૂર્ય નિબંધ પ્રકાશિત થઈને જેમ કાલેકને પ્રકાશિત કરવા સમર્થ બને છે તેમ કેવળજ્ઞાનના માલિક પરમાત્મા-અરિહંતદેવ પણ સમવસરણમાં બિરાજિત થઈને અગણિત માનવને સમ્યજ્ઞાનને પ્રકાશ કરે છે. યદ્યપિ પ્રસ્તુત ગ્રંથને વિષય વશમા અંતિમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીએ સુધર્માસ્વામીને કહ્યો છે, તથાપિ બહુવચનના પ્રગથી ભૂત-ભાવિ અને ક્ષેત્રાંતમાં રહેલા વર્તમાનકાળના તીર્થકરને પણ સમાવેશ થઈ જાય છે, કેમકે આત્મા ઘાતીકર્મ વિનાને હોવાથી સૌને કેવળજ્ઞાનમાં રતિ માત્રને ફરક હેતું નથી. તેથી જે પદાર્થોને કે પર્યાના યથાર્થ્યને ભૂતકાળની વીસીએ કહ્યું હતું તે જ વાત વર્તમાન વીશી અને મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામીજી પણ કહી રહ્યા છે, તેમ છતાં ક્યાંય પણ વિરોધાભાસ હેતે નથી; જ્યારે કેવળ જ્ઞાન વિનાના પંડિત, છદ્મસ્થ હોવાના કારણે એક સ્થળે અહિંસા ધર્મને કહે પછી બીજા સ્થાને યજ્ઞયાગમાં પશુઓને