________________ 8 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હેવાથી જીવાત્માને તેને ભેગવટો ભવાંતરમાં કરવાનું રહેશે; માટે સૌથી પહેલાં પાપમાર્ગ, પાપભાવ, પાપ પ્રવૃત્તિ અને વૃત્તિની ઓળખાણ અતિ આવશ્યક છે. કેમકે પાપમાર્ગાદિને બંધ કર્યા વિના–ત્યાગ્યા વિના કેવળ પુણ્યના કાર્યોથી આત્મા શુદ્ધ થતું નથી. જેથી પ્રસ્તુત પ્રશ્નવ્યાકરણને પ્રથમ કૃતસ્કંધ આશ્રવને બતાવનાર હોવાથી તેની જાણકારી જરૂરી છે. મંગળાચરણ ગેળ-ધાણ, દહિંનું ભજન અને સૌભાગ્યવતી નારીના શકુન બાહ્ય મંગળ હેવાથી ફળીભૂત થતાં પણ દેખાયા છે અને સર્વથા નિષ્ફળ જતાં પણ જોવાયા છે, જ્યારે ભાવમંગળ અચૂક ફળદાયી જ બનવા પામે છે, આ કારણે જ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી પ્રસ્તુત ગ્રન્થના આરંભમાં મંગળાચરણ કરવાનું ચૂકતા નથી. તે આ પ્રમાણે - ॐ नमो वीतरागाय। नमो अरिहंताणं / જે મહાપુરૂષના રાગ-દ્વેષાદિ સર્વથા નિમૅલ થયેલા છે તે વીતરાગ પરમાત્માઓને હું નમસ્કાર કરું છું. વૈરાગ્યપૂર્વક દીક્ષિત થઈને ઘેરાતિઘેર તપશ્ચર્યારૂપી અગ્નિમાં જેઓએ કામ ક્રોધ-માયા-લેભાદિ અત્યંતર શત્રુઓને હણ નાંખ્યા છે, બાળી નાખ્યા છે, સમૂળ ઉખેડી નાખ્યા છે તે અરિહંત પરમાત્માને મારે ભાવ નમસ્કાર છે. ઉપર પ્રમાણેના બંને નમસ્કારેમાં વ્યક્તિ વિશેષનું નામ લીધા વિના પરમાત્મદશા જેમને પ્રાપ્ત કરી હોય તેવા દેવાધિદેવ-સર્વજ્ઞ–તીર્થકર