________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે 7 નહિ ત્યાં સુધી તેઓ આત્મકલ્યાણના માર્ગે આવી શકતા નથી. અને તે વિના ઉપર ઉપરથી કુદકા મારવાને અર્થ શું? માટે અધ્યાત્મવેત્તાઓએ સૌથી પહેલાં હેયોપાદેય તર જાણવાની ભલામણ કરી છે. કેમકે મકાનના બારી-બારણા ઉઘાડા હોય તે ગમે ત્યાંથી અને ગમે ત્યારે સાવધાન માનવની પણ આંખ ચોરીને કુતરા, બિલાડા. ઉંદરડા કે ચેરના બિનધાસ્ત પ્રવેશને કોઈ પણ રોકી શકે નહિ. તેવી રીતે પાપ કથા ક્યા? કેટલા? તેમની શક્તિ કેટલી ? આત્માના હાડવૈરી કેશુ? દેવદુર્લભ મનુષ્યાવતાર પણ શી રીતે નિષ્ફળ જાય છે? તે પાપને રેકવા માટે કર્યું સાધન? અત્યારના સમયે મારા માટે આદરણીય શું છે? સંસારની માયામાં મસ્તાન બનીને ઉપરોક્ત પ્રશ્નોને જે ન ઉકેલી શક્યા તે ફરીથી મિથ્યાત્વના ગાઢ અંધકારમાં પ્રવેશ પામ્યા પછી લાખ અવતાર પૂર્ણ કર્યો છતે પણ માનવને અવતાર ક્યારે મળશે? તે આપણા હાથની વાત રહેશે નહિ. આ કારણે જ જીવન સાફલ્ય માટે સમ્યગ્દર્શન મેળવવું, તેને શ્રદ્ધાન્વિત કરવું અને જીવનના અણુઅણુમાં પ્રવેશ કરાવવામાં પ્રયત્ન વિશેષ કરે. આનાથી બીજે હિતમાર્ગ એકેય નથી. આપણી બુદ્ધિ પણ એક જ જવાબ આપે છે કે–પાપ માર્ગોને સૌથી પહેલાં સમજવા, છેડવા, છેવટે તેને સંપર્ક પણ છેડી દે, જેથી આત્માનું શુદ્ધિકરણ હાથવેંતમાં રહેશે. દાન-પુણ્ય, ઈશ્વર દર્શન, સંતસેવા આદિ કાર્યો પુણ્યને ઉપાર્જન કરાવનારા છે, જે સુવર્ણની બેડી સમાન