________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 17 રહેવાની નથી. માટે સંકલ્પ એટલે ઈરાદાપૂર્વક તેમની હત્યા ન કરે, તેમાં પણ અપરાધ કરનારા જીવેને દંડ દીધા વિના ગૃહસ્થાશ્રમી નભી શકે તેમ નથી, માટે ગુંડા, બદમાસ, ચોર, લુંટારા અથવા પુત્ર-પુત્રીઓ અપરાધ કરે તો તેઓ પણ દંડનીય હેવાથી તેમને દંડ દેવે અનિવાર્ય છે. તે પણ સાપ, વિંછુ, વાઘ, વરૂ, બકરા, ઘેટાં, પાડા, માખી, મચ્છર, માકડ, જૂ અપરાધ વિનાના હોવાથી તેઓને મારવા ઠીક નથી. નિરપરાધી જીમાં પણ પુત્ર-પુત્રીઓ, નેકર-ચાકરને સદાચારમાં રાખવા માટે ધમકાવવા પડે કે દંડ દેવે પડે છે, તેથી ગૃહસ્થ સંકલ્પપૂર્વક નિરપરાધી ત્રસ જીવેને ઈર્ષ્યા, વૈર, કલેશ કે ક્રોધમાં આવીને ન મારે.. ઉપર પ્રમાણે અંશથી પણ ગૃહસ્થાશ્રમી, ધીમે ધીમે પિતાની પરિસ્થિતિ જેવી હોય તે પ્રમાણે જીવહિંસા છેડતે જાય છે. સારાંશ કે જીવહત્યા માનસિક પરિણામે પર આવલંબિત છે. માટે જ કહેવાયું છે. “ક્રિયા કર્મ, પરિણામે બંધ અને ઉપગે ધર્મ.” જીવની ઉત્પત્તિ અને સંસાર પરિભ્રમણ માટે જૈન. શાસન શું કહે છે? ' ખાણમાંથી નીકળેલ સુવર્ણ મિશ્રિત માટી માટે. ' મરઘી પહેલા કે ઈંડુ પહેલા તે માટે. આંબા(કેરી)નું ઝાડ પહેલા કે ગેટલી પહેલા તે માટે. ઈત્યાદિ કેટલાય પ્રશ્નો સાવ નિરર્થક એટલા માટે છે કે,