________________
સૂ૦ ૨ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
च जीवत्वेनोपयोगस्वरूपेण सादिपारिणामिकेन च मनुष्यनारकतिर्यग्देवादिना, पुद्गला अप्यजीवत्वेनाऽनुपयोगस्वरूपेणानादि - पारिणामिकेन सादिपारिणामिकेन च कृष्णनीलादिना જ્ઞાનનો વિષય બનવાથી ‘અર્થ’ કહેવાય. (‘અયંતે કૃતિ, ઋક્ હતૌ - ૩વિ સૂત્ર ૨૨૫ થી થ પ્રત્યય થતાં + થ = અર્થ:)
* અનાદિ અને સાદિ પારિણામિક-ભાવથી જીવની વિચારણા
‘અર્થ’ તરીકે અહીં મુખ્યત્વે (૧) જીવ અને (૨) પુદ્ગલ રૂપ પદાર્થો અભિપ્રેત છે અને તે બે (૧) અનાદિ અને (૨) સાદિ એવા પારિણામિક વગેરે (પરિણામ = સ્વભાવ રૂપ) ભાવથી જણાય છે. ટૂંકમાં જેનો બોધ (પરિચ્છેદ) થાય તે અર્થ/પદાર્થ કહેવાય, એમ પૂર્વોક્ત વ્યુત્પત્તિથી ફલિત થયું. હવે જીવ, પુદ્ગલ, વગેરે દ્રવ્યો કઈ રીતે બોધનો વિષય બને છે તે વાત જણાવે છે. (૧) પ્રથમ જીવ-પદાર્થ બે રીતે જણાય છે, તેમાં (i) અનાદિપારિણામિક-ભાવથી ઉપયોગ-સ્વરૂપવાળા (સાકારોપયોગ જ્ઞાનરૂપ અથવા અનાકાર-ઉપયોગ = દર્શન રૂપ) જીવતત્ત્વ (જીવત્વ) રૂપ જે અનાદિ પારિણામિક ભાવ છે, તેનાથી જીવો જણાય છે, માટે તે ‘અર્થ' છે. તેમજ (ii) સાદિ પારિણામિક-ભાવથી એટલે કે (૧) મનુષ્ય (૨) નારક, (૩) તિર્યંચ અને (૪) દેવ વગેરે જીવના પર્યાયો સાદિપારિણામિક ભાવરૂપ છે, તેનાથી પણ જીવો જણાય છે. માટે, તે ‘અર્થ' છે.
=
=
४७
=
=
=
=
ચંદ્રપ્રભા : અહીં (i) અનાદિ એટલે જેની કોઈ આદિ શરૂઆત નથી અને પારિણામિક એટલે સ્વભાવરૂપ... ઉપર કહેલું જીવત્વ એ જીવનો અનાદિ, શરૂઆત વિનાનો ભાવ છે. અર્થાત્ જીવ સ્વયં અનાદિ હોવાથી તેના સ્વભાવ રૂપ ઉપયોગ સ્વરૂપ જીવત્વ પણ અનાદિ ભાવ છે. અને (ii) સાદિ એટલે જેની આદિ શરૂઆત હોય તે... પૂર્વે કહેલ મનુષ્ય વગેરે રૂપ જીવના પર્યાયો પણ જીવના પરિણામ રૂપ છે સ્વભાવરૂપ ભાવ છે, પણ તે સાદિ = આદિ શરૂઆત સહિત છે. જ્યારે જીવ અન્ય દેવાદિ ગતિમાંથી ‘મનુષ્ય’ રૂપ ભાવનું (અવસ્થાનુ) ગ્રહણ કરે છે, ત્યારે તે મનુષ્ય પર્યાયનું સાદિપણું એટલે કે આરંભ થાય છે. અને આયુષ્ય પૂર્ણ થતાં ફરી જ્યારે બીજી ગતિમાં જાય છે ત્યારે તે મનુષ્ય - પર્યાયનો અંત આવે છે અને અન્ય દેવાદિ ભવનુ સાદિપણું અર્થાત્ આરંભ થાય છે. આમ (i) અનાદિ અને (ii) સાદિ એમ બે રીતે જીવનો પારિણામિક-ભાવ કહ્યો છે.
-
* અનાદિ અને સાદિ પારિણામિક ભાવથી પુદ્ગલની વિચારણા પ્રેમપ્રભા : હવે બીજો (૨) પુદ્ગલ રૂપ ‘અર્થ' પણ બે પ્રકારે જણાય છે. તેમાં (i)