________________
પૂo ]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
1. ૨૮રૂ सोऽध्यवसायोऽपनुदति तत्रासन्निहितधर्ममिति मृणालस्येवायं स्पर्शः अत्यन्तशीतादिगुणसमन्वितत्वादिति अस्यैवायमिति यः प्रत्ययोऽन्यस्य न भवतीति सः अपायः । संप्र एतिवं लक्षणतो निर्धारितस्वरूपं पर्यायशब्दैस्तमेव व्यपदिशत्यनान्तरभूतैः अपायोऽपगम इत्यादिभिः । अपैतीत्यपायः, निश्चयेन परिच्छिनत्तीत्यर्थः । अपगच्छति, अपनुदति अपविध्यतीत्यर्थः । पुनश्चापाय इत्यस्य भावार्थमुररीकृत्य भावाभिधायिभिरेव कथयति-अपेतमपगतमित्यादिभिः । मृणालस्यैवायं स्पर्श इति येयं फलरूपा परिच्छितिस्वभावता ज्ञानस्येति सा भावामिधायिभिरेभिरुच्यते, अपेतमपगतं परिच्छिन्नमेतन्मया एवमेतन्नान्यथेत्यर्थः ।
અને દોષની જે વિચારણા, તેના વડે જે અપનોદ રૂપ ચિત્ત/અધ્યવસાય તે અપાય કહેવાય. આ અપનોદ રૂપ અધ્યવસાય કેવા હોય? તે જણાવતાં કહે છે
માનુજતીતિ અપનોઃ . જે અપનોદ કરે, દૂર કરે તે અપનોદ રૂપ અધ્યવસાય... શું દૂર કરે? તો જે તેમાં એટલે કે (મૃણાલ વગેરે) વિવક્ષિત વસ્તુમાં રહેલો ન હોય એવા ધર્મને દૂર કરીને જાણે છે. જેમ કે, આ મૃણાલનો (કમળની નાળનો) જ સ્પર્શ છે, કેમ કે તે અત્યંત શીત આદિ ગુણથી સહિત છે. આવા અનુમાનથી “આનો જ મૃણાલનો જ) આ (સ્પર્શી છે, અન્યનો નથી” એ પ્રમાણે જે બોધ/નિશ્ચય થાય છે તે “અપાય' કહેવાય
હવે આ રીતે લક્ષણથી જેનું સ્વરૂપ નિર્ધારિત (નિર્ણિત) કરેલું છે એવા તે અપાયને જ તેના અભિન્ન-અર્થવાળા (આઠ) પર્યાય શબ્દો વડે જણાવે છે, અપાય, અપગમ.. ઇત્યાદિ ભાષ્ય વડે. તેમાં પ્રથમ (૧) પૈતિ રૂતિ અપાય: નિશ્ચયથી જાણે તે “અપાય” એટલે નિશ્ચિત બોધ કરનારું એ પ્રમાણે માચ્છતિ અનુતિ, અપવિથ્થતિ એમ “કર્તા અર્થમાં વ્યુત્પત્તિ કરીને તેનો અર્થ “નિશ્ચયથી જાણનાર’ એમ કરીને (૨) અપગમ (૩) અપનોદ અને (૪) અપવ્યાધ શબ્દો બનેલાં છે એમ સમજવું. ફરી મપાય: શબ્દના ભાવરૂપ' અર્થને સ્વીકારીને “ભાવ” રૂપ અર્થને જણાવનારા પર્યાય (સમાનાર્થી)શબ્દો વડે જ અપાયને રજુ કરે છે - (૫) અપેત (૬) અપગત (૭) અપવિદ્ધ અને (૮) અપનુત્ત - “ભાવ” (ક્રિયા)રૂપ અર્થનું કથન કરનારા આ શબ્દો વડે “આ મૃણાલનો જ સ્પર્શ છે' એ પ્રમાણે જ્ઞાનનો જે ફળ-સ્વરૂપ બોધ (પરિચ્છેદ) કરવાનો સ્વભાવ છે, તે અર્થ કહેવાય