________________
४२५
સૂ૦ રૂ૪]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् कर्तेत्युच्यते पटादिकरणप्रवृत्तोऽपि प्रत्याख्यातविज्ञानान्तरसम्बन्धः स्यादेव कुम्भकारः, ततश्चाशेषलोके व्यवहारोपरोध इत्यतः पूर्वापरभागवियुतः सर्ववस्तुगतो वर्तमानक्षण एव કાળે અન્ય રૂપે વર્તે છે. અર્થાત્ માટી જ ઘડો બનેલ છે - ફક્ત અવસ્થા બદલાઈ છે. આથી તેમાં માટીપણું હોવાથી - માટીરૂપે કહેવામાં પણ દોષ નથી. સમાધાન : ના, એવું નથી. પ્રશ્ન : તો શું છે ? જવાબ : ઘડો બનવાના કાળે માટીરૂપ દ્રવ્ય નથી, પણ બીજું જ (ઘડારૂપ) દ્રવ્ય છે. કારણ કે ઘડો બની જવાના સમયે તે માટી છે' એવી પ્રતીતિ થતી નથી, પણ “ઘડો છે' આ પ્રમાણે જ બોધ (પ્રત્યય) થાય છે. આથી ભિન્ન પ્રતીતિ થવાથી માટી કરતાં જુદાં પ્રકારનું જ દ્રવ્ય ઘડો બનવાના કાળે હોય છે.
આથી જ્યારે માટીના પિડા વગેરે સંબંધી મર્દન-મસળવું વગેરે ક્રિયા થતી હોય, તે કાળે (અમારા મતે/ઋજુસૂત્ર નથી) મર્દનાદિ કરનારનો કુંભકાર (કુંભને કરે તે કુંભકાર = કુંભાર) તરીકે વ્યવહાર થતો નથી, કેમ કે, તે વખતે તે માણસ કુંભની/ઘડાની પૂર્વની અવસ્થાને - અર્થાત માટીના પિંડાને નરમ કરવું વગેરે ક્રિયાને કરી રહ્યો છે. હજી તો તે માટીમાંથી શિવક, સ્થાસક કપાલ વગેરે બીજી ઘણી અવસ્થાઓમાંથી પસાર થઈ કુંભ બનવાનો છે. કુંભને તો જ્યારે અંતિમ ક્રિયા કરશે, કે જેની બીજી જ ક્ષણે કુંભ તૈયાર થઈ જશે, ત્યારે કુંભને બનાવનારો હોવાથી કુંભાર (કુંભકાર) કહેવાશે. જો માટીના પિંડા વગેરે સંબંધી (મર્દન વગેરેની) બીજી ક્રિયાના કરનારને પણ જો અન્ય/જુદી ક્રિયાના કરનાર તરીકે અર્થાત્ કુંભાદિની ક્રિયાના કર્તા તરીકે વ્યવહાર કરાય, તો જે માણસ (વણકર) પટ(વસ્ત્ર) વગેરેને બનાવવામાં પ્રવૃત્તિવાળો થયેલ છે, કે જેની પાસે વસ્ત્ર બનાવવા સિવાય બીજા કોઈ પણ વિજ્ઞાનનો અભાવ છે, તેવો પણ પુરુષ કુંભકાર કહેવાશે જ. અર્થાતુ પ્રતિક્ષિત વિજ્ઞાનાન્તર સંબંધ એટલે જે વ્યક્તિ પટ બનાવતી વખતે ઘટ બનાવવાના ઉપયોગવાળો નથી તેવા પટ બનાવનારને પણ કુંભાર કહેવાશે. જો વસ્ત્ર બનાવતી વખતે પણ તે ઘડો બનાવવાના ઉપયોગવાળો થાય તો તે અપેક્ષાએ ભાવથી કુંભાર કહેવાય. માટે “પ્રતિક્ષિપ્ત વિજ્ઞાનત્તર સંબંધવાળો' એમ કહેલું છે. આમ વસ્ત્ર બનાવનારને પણ જો કુંભાર કહેવાય તો અને તેમ થવામાં તો સઘળાં ય લોકમાં જે સમ્યફવ્યવહાર થાય છે, તેનો અટકાવ - વ્યાઘાત (ઉપરોધ) થવાનો પ્રસંગ આવશે, જે બરોબર નથી. આથી પૂર્વભાગ એટલે ભૂત-પર્યાય અને અપંરભાગ એટલે ભવિષ્ય-પર્યાય (અવસ્થા) આવા પૂર્વાપર - વિભાગથી રહિત અને સર્વવસ્તુમાં રહેલ જે વર્તમાન ક્ષણ
૨. પરિપુ ચત્તે પૂ. I ૨. પૂ. નોવ્ય મુ. I