________________
४८२ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ धर्मादिः, पृथक् पृथगुपलभ्यत इति, अन्यथा चान्यथा च परिच्छिद्यत इत्यर्थः । ननु चैकस्वभावस्य धर्मादेरस्तिकायस्य मत्यादिज्ञानैरयुक्तोऽन्यथात्वेन परिच्छेद इत्येवं चोदिते आह-पर्यायविशुद्धीत्यादि । पर्याया भेदाः विज्ञानस्वभावा मत्यादिरूपाः तेषां विशुद्धिः स्वच्छता स्वावरणापगमजनिता तस्याः पर्यायविशुद्धेविशेषो-भेदस्तस्मात् पर्यायविशुद्धिविशेषाद् उत्कर्षेण-प्रकर्षेण तैर्मत्यादिभिस्तेषामस्तिकायानां पृथक् पृथगुपलब्धिर्भवति, तद्यथा દ્વિ-અણુક આદિ પુદ્ગલ-સ્કંધોના પ્રદેશો સમુદાય રૂપે રહીને છૂટાં પડીને સ્વતંત્ર એવા પરમાણુ વગેરે રૂપે જુદાં પણ સંભવી શકે છે. આથી તે એક એક રૂપે (છૂટા) પણ હોય છે. આથી તેના અવયવો હોય છે. ટૂંકમાં જે છૂટા પણ રહી શકે એવા જે વસ્તુના અંશો તે “અવયવ' કહેવાય. આથી તેને પ્રદેશ કરતાં જુદાં કહેલાં છે. આથી ય શબ્દથી વસ્તુના પ્રદેશ અને અવયવો એ બેય ઘણા હોવા રૂપે જણાય છે, એમ કહેલું છે.
રોજ પચયિની વિશુદ્ધિથી મતિજ્ઞાનાદિ વડે બોધમાં તફાવત જ પ્રેમપ્રભા : આમ તે પાંચ અસ્તિકાયોમાંથી કોઈપણ ધર્માદિ અર્થ જુદા જુદા પ્રકારે (મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનો દ્વારા) ગ્રહણ કરાય છે, જણાય છે.
શંકાઃ એક જ (સમાન જ) સ્વભાવવાળા ધર્મ વગેરે અસ્તિકાયોનો મતિ આદિ જ્ઞાનો વડે જુદા જુદા પ્રકારે બોધ થવો તે અયોગ્ય છે. એક જ વસ્તુનો ભિન્ન ભિન્ન બોધ શી રીતે થાય ? આ પ્રમાણે પૂર્વપક્ષ દ્વારા દોષનું ઉદ્ભાવન કરાતાં ભાષ્યકાર કહે છે –
સમાધાન : મતિજ્ઞાન આદિના પર્યાયોની વિશુદ્ધિના ભેદથી/વિશેષતાથી ઉત્તરોત્તર ઉત્કર્ષથી મતિજ્ઞાન આદિ વડે બોધ કરાય છે એમ ભાષ્યનો સમસ્ત અર્થ છે. હવે ટીકાથી તેના અવયવ-અર્થ જોઈએ. પર્યાયો એટલે ભેદો – પ્રકારો. પ્રસ્તુતમાં પર્યાયો એ વિજ્ઞાનસ્વભાવવાળા મતિઆદિ જ્ઞાનરૂપ લેવાના છે. તે પર્યાયોની વિશુદ્ધિ એટલે સ્વચ્છતા અર્થી પોતાના (મતિઆદિ જ્ઞાનના) આવરણ રૂપ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મનો નાશ થવા દ્વારા ઉત્પન્ન થયેલ જે મતિજ્ઞાન આદિના પર્યાયોની વિશુદ્ધિ, તેના વિશેષથી/ભેદથી અર્થાત્ મતિ આદિ પાંચેય જ્ઞાનોની પોતાના આવારક કર્મો દૂર થવાથી જે ઉત્તરોત્તર અધિક પર્યાયોની વિશુદ્ધિ-નિર્મળતા થાય છે, તેના કારણે તે મતિઆદિ પાંચ જ્ઞાનો વડે તે ધર્માદિ અસ્તિકાય રૂપ પદાર્થોનો જુદા જુદા પ્રકારે અર્થાત્ ઉત્તરોત્તર ઉત્કર્ષ વડે (ઉત્કૃષ્ટરૂપે). બોધ થાય છે. અને તે બોધ આ પ્રમાણે થાય છે. (૧) મતિજ્ઞાનવાળો આત્મા