________________
સૂ૦ રૂ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
५२३ मिथ्यादृष्टिर्नास्ति न चाप्यज्ञोऽस्ति ॥ ४ ॥
इति नयवादाश्चित्राः, क्वचिद् विरुद्धा इवाथ च विशुद्धाः ।
लौकिकविषयातीताः, तत्त्वज्ञानार्थमधिगम्याः ॥ ५ ॥ इति एवमनेनोक्तेन स्वरूपेण नयवादाः नैगमादिविचाराः चित्राः बहुरूपाः, विचित्रैः प्रकारैर्वस्तुनः परिच्छेदित्वात्, ते चित्राः क्वचिद् विरुद्धाः क्वचिद् वस्त्वंशे स्वरुचिगृहीते विरुद्धा इव लक्ष्यन्ते । यतः सामान्ये आश्रिते यस्तत्रैव विशेष कल्पयति तदा पूर्वापरेण विरुध्यते, विशेषे वा त्रैकालिकेऽभ्युपेते वर्तमानावधिके विशेष आश्रिते पूर्वः परेण विरुद्ध જવાબઃ કારણ કે સર્વ પ્રાણીઓ જ્ઞ-સ્વભાવવાળા છે અર્થાત્ જ્ઞાતા (જ્ઞાન કરનાર) સ્વરૂપે છે. આથી કોઈપણ જીવ મિથ્યાદષ્ટિવાળો નથી કે અજ્ઞાની પણ નથી. (૪)
(૫) આ પ્રમાણે નયવાદો ક્યારેક વિરુદ્ધ જેવા જણાય છે અને વળી (સમ્યક વિચાર કરાય તો) વિશુદ્ધ છે. લૌકિક શાસ્ત્રોથી (મતથી) પર છે, તેમાં ઉપલબ્ધ નથી. વળી તત્ત્વજ્ઞાન માટે આ નવો જાણવા યોગ્ય છે. (૫)
રોક પ્રકરણનો ઉપસંહારઃ સુનયવાદો વિરુદ્ધ નહીં પણ વિશુદ્ધ છે રે કારિકા (પ) હવે આ પ્રકરણનો સંપૂર્ણ ઉપસંહાર કરતા પાંચમી કારિકાને કહે છે - આ પ્રમાણે પૂર્વોક્ત સ્વરૂપ વડે આ નૈગમ આદિ નયોના વિચારો = અભિપ્રાયો એ જુદાં જુદાં પ્રકારો વડે વસ્તુનો બોધ કરનારા હોવાથી ચિત્ર = ઘણા ભેદવાળા છે. આમ તે અનેક પ્રકારના નયો/અભિપ્રાયો એ ક્યારેક વિરુદ્ધ જેવા લાગે છે. અર્થાત્ જયારે વસ્તુના કોઈ અંશને અવયવને પોતાની રુચિ અનુસાર ગ્રહણ કરેલ હોય, જાણેલ હોય ત્યારે વિરોધી જેવા જણાય છે. કારણ કે જ્યારે કોઈ એક (સંગ્રહઆદિ) નય વડે વસ્તુનાં સામાન્ય અંશનો સ્વીકાર કરાયેલ હોય ત્યારે બીજો (નગમ, વ્યવહાર વગેરે) નય જયારે તે જ વસ્તુમાં વિશેષની કલ્પના કરે છે ત્યારે પૂર્વાપર આગળ-પાછળ એકબીજા સાથે વિરોધ આવે છે. જે વસ્તુ સામાન્યરૂપે છે તે જ વસ્તુ વિશેષરૂપે શી રીતે હોય અને જે વિશેષરૂપે છે તે સામાન્યરૂપે શી રીતે હોય ? એમ પરસ્પર વિરોધી લાગે છે.) અથવા તો જે પદાર્થને ભૂત, વર્તમાન અને ભાવિ એમ ત્રણ કાળ રૂપ પર્યાયસહિત વિશેષ રૂપે સ્વીકારેલો હોય ત્યારે તે જ પદાર્થને વિષે બીજો વ્યક્તિ ફક્ત વર્તમાનકાળ સંબંધી વિશેષનો આશ્રય કરે છે, ત્યારે પૂર્વ અભિપ્રાય એ બીજા અભિપ્રાય સાથે વિરોધી છે . 8.પૂ. I 4૦ ની. મુ. !