________________
૫૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
ઉદયમાં આવતું નથી. આથી તે અંતર્મુહૂર્ત કાળ સુધી જીવ ઔપમિક સમ્યક્ત્વને પામે છે. આ ઔપશમિક-સમ્યક્ત્વનો કાળ પૂરો થયા પછી (સિદ્ધાંતના મતે) મિશ્રૃત્વ-પુંજનો જ ઉદય થવાથી જીવ મિથ્યાત્વને પામે છે. કારણકે ત્યારે શેષ બે (સમ્યક્ત્વ-મિશ્ર રૂપ) પુંજ કરાયેલ ન હોવાથી વિદ્યમાન હોતાં નથી.
અહીં કહેવાનું હાર્દ આ પ્રમાણે છે. અહીં સૈદ્ધાન્તિકો = સિદ્ધાંતને આગળ કરનારાઓનો મત આ પ્રમાણે છે કે, કોઇ અનાદિ-મિથ્યાર્દષ્ટિ જીવ તેવા પ્રકારની સામગ્રીનો (પૂર્વોક્ત ગુરૂપદેશ-યથાપ્રવૃત્તકરણાદિ) સામગ્રીનો સદ્ભાવ હોતે છતે અપૂર્વકરણ વડે ત્રણ પુંજને કરીને શુદ્ધ-પુંજના પુદ્ગલોને ભોગવતો છતાં ઔપશમિક-સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યા વિના જ - પ્રથમથી જ ક્ષાયોપશમિક-સમ્યગ્દષ્ટિવાળો થાય છે. જ્યારે બીજો કોઇ જીવ યથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ કરણના ક્રમથી ‘અંતરકરણ' કરાયે છતે ઔપશમિક-સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. આ જીવ ત્રણ પુંજ કરતો જ નથી. અને તે ઔપશમિક-સમ્યક્ત્વથી ચ્યવેલોપડેલો છતાં અવશ્ય મિથ્યાત્વ ગુણઠાણે જાય છે. આ વિષયમાં બૃહત્કલ્પ ભાષ્યમાં કહેલું છે કે, આનંવામનનંતી નદુ મટ્ટાળ ન મું ફતિયા । તૂં અવતિયુંની મિચ્છ વિવ વસમી પુણ્ડ III)
ભાવાર્થ : જેમ કોઇ ઇલિકા (ઇયળ) ઘાસ વગેરે ઉપર સરકતાં છતાં આગળ બીજુ કોઇ સ્થાન રૂપ આલંબન ન મળવાથી તે ઇલિકા પૂર્વ સ્થાન સ્વરૂપ સ્વસ્થાનને છોડતી નથી અર્થાત્ સંકોચાઇને ફરી પૂર્વના સ્થાને જ રહે છે. આ પ્રમાણે ઉપશમ-સમકિતી આત્મા ઔપશમિક-સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલો ત્રણ પુંજને કરનારો ન હોવાથી મિશ્ર અને શુદ્ધ પુંજ રૂપ અન્ય સ્થાનનો લાભ નહિ પામવાથી ફરી-જ્યાંથી ચઢેલો તે જ મિથ્યાત્વ ગુણઠાણે પાછો આવે છે, એમ ભાવાર્થ છે.
કાર્મગ્રંથિકો = કર્મગ્રંથના મતને આગળ કરનારાઓ આ પ્રમાણે માને છે કે, તમામે તમામ અનાદિ-મિથ્યાદૅષ્ટિવાળા જીવો પ્રથમ વખત સમ્યક્ત્વની પ્રાપ્તિના કાળે યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણો કરવા પૂર્વક અંતરક૨ણ કરે છે. (જેમાં ૫૨મનિર્વાણ-સુખ જેની નજીકમાં છે એવો તથા જેના અંતરમાં પ્રચૂર, દુર્વાર વીર્યોલ્લાસનો વિસ્તાર પ્રગટ થયો છે એવો કોઇ મહાત્મા તીક્ષ્ણ કુઠારની ધાર જેવી પરમવિશુદ્ધિ (અપૂર્વકરણ) વડે રાગદ્વેષની નિબિડ ગ્રંથિનો ભેદ કરીને પછી - મિથ્યાત્વ-મોહનીયની ઉદયક્ષણથી માંડીને અંતર્મુહૂર્ત સુધી ભોગવાય તેટલી ઉપરની સ્થિતિને છોડીને પછી તેની ઉપર રહેલાં અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વમોહનીય કર્મના વેઘ ભોગવવા યોગ્ય દલિકોનો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ રૂપ વિશુદ્ધિ (વિશુદ્ધ-પરિણામ)થી ઉત્પન્ન થયેલ સામર્થ્ય વડે (તે દલિકોને ઉપરની સ્થિતિમાં
=