________________
પરિશિષ્ટ-૧
૫૫૯ કહેલાં છે. અન્યત્ર પાંચ પ્રકારના પણ મિથ્યાત્વ કહેલાં છે. તે આ પ્રમાણે - (૧) આભિગ્રહિક : અભિગ્રહ એટલે આગ્રહ, પકડ. વિપરીત માન્યતા ઉપર “આ જ સત્ય છે,' એવો અભિગ્રહ-પકડવાળા બૌદ્ધ, સાંખ્ય વગેરે દર્શની જીવોની તત્ત્વો પ્રત્યેની અશ્રદ્ધા તે આભિગ્રહિક મિથ્યાદર્શન કહેવાય. દા. ત. કપિલ વગેરે. (૨) અનાભિગ્રહિક : અમુક જ દર્શન સાચું છે એવા આગ્રહ-પકડથી રહિત - “સર્વ દર્શનો સત્ય છે એવી શ્રદ્ધા રાખનારા, ભદ્રિક પરિણામવાળા છતાં તાત્ત્વિક શ્રદ્ધાથી રહિત હોવાથી સમ્યક્ત રહિત બાળ, ગોપાળ વગેરે મનુષ્યો વગેરે અનાભિગ્રહિક મિથ્યાદષ્ટિ કહેવાય. (૩) આભિનિવેશિક : અભિનિવેશ એટલે કદાગ્રહ. યથાવત્ તત્ત્વોને જાણવા છતાં અહંકાર આદિ કારણે
અસત્ય ખોટા સિદ્ધાંતની પકડ રાખવાથી જે તત્ત્વો પ્રત્યેની અશ્રદ્ધા તે આભિનિવેશિક મિથ્યાત્વ. આ જૈનદર્શનને પામેલા જીવને સત્ય જાણવા છતાં અહંકારાદિથી જૈનદર્શનના એકાંશની પકડ હોય છે. જેમકે, ગોષ્ઠામાહિલ, જમાલિ વગેરે. (૪) સાંશયિકઃ જિનમતમાં કહેલ સૂત્ર, અર્થ અથવા તે બન્ને ય ઉપર સંશય - આ સત્ય હશે કે નહિ એવી શંકા તે સાંશયિક મિથ્યાત્વ. આમાં સર્વશદેવ ઉપર અવિશ્વાસ એ મુખ્ય કારણ છે. દા. ત. જિનદત્ત શ્રાવક વગેરે. (૫) અનાભોગિક : અનાભોગ એટલે અજ્ઞાનતા. તેના કારણે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા કે વિપરીત શ્રદ્ધા તે અનાભોગિક મિથ્યાત્વ. આમાં સમજણ શક્તિનો અભાવ મુખ્ય કારણ છે. આ એકેન્દ્રિય વગેરે અસંજ્ઞિ પંચેન્દ્રિય સુધીના જીવોને હોય છે. તેમ જ અજાણપણાથી વિપરીત શ્રદ્ધાવાળા સાધુ કે શ્રાવકને પણ હોય. તેમને જો કોઇ સાચી વસ્તુ જણાવે તો ભૂલ સુધારી લે. કારણકે કદાગ્રહથી રહિત હોય છે. આ પાંચ મિથ્યાત્વ સમકિત નહિ પામેલા જીવને અનાદિકાળથી હોય છે. અને સમકિત પામીને પડેલાં જીવને સાદિ-સાંત હોય છે. પ્રસંગતઃ લખેલુ આ પાંચ પ્રકાર સંબોધપ્રકરણાદિથી વિશેષથી જાણી લેવા.
સૂ.૩૪, પૃ.૪૧૫, ૫.૨૨ નૈગમ-નય ૧. (સત્તામાત્ર રૂપ) સામાન્ય વડે, ૨. સામાન્યવિશેષ-ઉભય વડે અને કેવળ ૩. વિશેષ વડે વ્યવહાર = બોધ કરે છે. ઉક્ત ક્રમથી ત્રણેય ઉત્તરોત્તર વિશુદ્ધ છે. અર્થાત્ સત્તા રૂપ સામાન્ય અવિશુદ્ધ છે, ૨. ગોવાદિ સામાન્ય-વિશેષ (ઉભય) વાદી નૈગમ વિશુદ્ધ-અવિશુદ્ધ છે અને વિશેષવાદી નૈગમ સર્વવિશુદ્ધ છે.
હવે મુખ્ય વાત ઉપર આવીએ. સિદ્ધસેનીયા ટીકામાં ૧. વસતિ અને ૨. પ્રસ્થક રૂપ બે ઉપમા દૃષ્ટાંત છે. પ્રવચન (આગમ)માં નૈગમનયની વિચારણા કરેલ છે, એમ કહ્યું છે તે અહીં જણાવાય છે. તેમાં (૧) વસતિ : કોઈ માણસે બીજા આગંતુકને પ્રશ્ન કર્યો. પ્રશ્ન : તમે ક્યાં વસો છો ? તેના જવાબમાં આગંતુકે કહ્યું - “હું લોકમાં =