________________
૫૬૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર જગતમાં વસુ છું.' ફરી એ જ પ્રમાણે પૂછ્યું. “તમે લોકમાં ક્યાં રહો છો ?” ત્યારે આગંતુકે કહ્યું “હું તિચ્છ-લોકમાં રહુ છું.” ફરી “તિસ્કૃલોકમાં ક્યાં રહો છો ?' એમ પૂછતાં કહ્યું “મનુષ્યક્ષેત્રમાં રહું છું.' ફરી ફરી ઉક્ત પ્રશ્ન પુછાતાં આગંતુકે ક્રમશઃ આ પ્રમાણે જવાબ આપ્યો - “હું જંબૂદ્વીપમાં” તેમાં ‘ભરતક્ષેત્રમાં “મધ્યમ-ખંડમાં ” પાટલીપુત્રમાં.” “વસતિમાં મકાનમાં' “સંથારા ઉપર ‘આકાશપ્રદેશોમાં અને તેમાંય હું મારા આત્મામાં વાસ કરું એટલે સુધી જવાબ આપ્યો.આમ પૂક્ત સર્વ પ્રકારોનો નિગમ-નય સ્વીકાર કરે છે. આથી જ નૈમા = અનેક ગામો = પંથો = વિચારમાર્ગોને સ્વીકારે તે નૈગમ કહેવાય.
(૨) પ્રસ્થક-દષ્ટાંત : પ્રસ્થક એ કાષ્ઠનું બનેલું ધાન્ય માપવાનું એક સાધન છે. આ પ્રસ્થક બનાવવા માટે સુથાર સૌ પ્રથમ અટવીમાં કાષ્ઠનું છેદન કરતો હતો ત્યારે તેને કોઇએ પૂછ્યું કે, “શું કરો છો ?” ત્યારે તેણે કહ્યું “પ્રસ્થકને છેદું છું.” (અર્થાત્ પ્રસ્થક બનાવવા માટે કાષ્ઠને છેદું છું.) પછી માર્ગમાં પાછા ફરતાં રસ્તામાં કોઈએ તેને પૂછ્યું કે, “તે આ ખભા ઉપર શું ઊંચક્યું છે ?” ત્યારે તેણે કહ્યું “પ્રસ્થક'. હવે ઘરે જઈને તે કાષ્ઠમાંથી પ્રસ્થક બનાવવા માટે કાઇને ચારેય બાજુથી કુટતાં, ઘડતાં, તેને (વધારાનો ભાગને) ખોતરતાં, સુંવાળુ-લીસ્સ કરતાં અને તેના ઉપર નામ કોતરતાં યાવત્ ધાન્યને માપવામાં તેનો ઉપયોગ કરતી વેળાએ તેને બીજાએ પૂછ્યું કે “આ શું છે ?' ત્યારે તે દરેક વખતે “આ પ્રસ્થક છે' એમ જવાબ આપ્યો. આ પ્રમાણે નૈગમ-નય પ્રસ્થકાદિ વસ્તુ બની ન હોય ત્યારે પણ પૂર્વની સર્વ અવસ્થાઓમાં “પ્રસ્થક' તરીકેનો વ્યવહાર સ્વીકારે છે. આમ નૈગમ-નય ઉક્ત રીતે અનેક ઉપચરિત-અવસ્થાઓને પણ માને છે.
વિશેષાવશ્યક-ભાષ્યમાં ત્રીજું “ગ્રામનું ઉદાહરણ પણ આપેલું છે. ૩. ગ્રામ ઃ ગામ કોને કહેવું ? તેના અનેક રીતે જવાબ હોઈ શકે. જેમકે, કોઈ કહે “સીમ (પાદર) સુધી ગામ છે.” અથવા પ્રજા જેમાં રહેલી હોય એવા ઘર, બગીચો, વાવડી, દેવકુલિકા - આ બધુંય ગામ છે. અથવા “કેવળ પ્રજા એ ગામ છે.” અથવા ગામનો મુખ્ય પુરુષ એ ગામ છે.' ઇત્યાદિ સર્વ પ્રકારોને “ગામ' તરીકે નૈગમ-નય માને છે.
આ પ્રમાણે બીજા પણ ઘટ વગેરે પદાર્થોમાં અવિશુદ્ધ, મધ્યમ અને વિશુદ્ધ અભિપ્રાયના ભેદથી ઉદાહરણો જાણવા. [ વિશેષાવ. ભા. શ્લોક. ૨૧૮૮ની ટીકાના આધારે.]
સૂ.૩૪, પૃ.૪૨૨, ૫.૨૨ સાંખ્ય-મતે પ્રાણાતિપાત-વિરમણાદિ અર્થાતુ હિંસા વગેરે પાંચથી નિવૃત્તિ = અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ છે. અને ૧. શૌચ (પવિત્રતા), ૨. સંતોષ, ૩. તપ, ૪. સ્વાધ્યાય અને ૫. ઇશ્વર-પ્રણિધાન