________________
૫૬ ૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સૂ.૩૫, પૃ.૪૮૩, ૫.૯ શ્રુતજ્ઞાની આત્મા મનુષ્ય વગેરે પદાર્થને અનુમાનસ્વભાવવાળા આગમથી (શબ્દપ્રમાણથી) જાણે છે, એમ સિદ્ધસેનીયા ટીકામાં કહેલું છે, જે ધ્યાન ખેંચે એવું છે. કારણકે આગમને પણ અનુમાન-સ્વભાવવાળું જણાવેલું છે. આ વિષયની પુષ્ટિ કરતું વિધાન યોગબિંદુ ગ્રંથમાં ગ્લો. ૩૦૭ ની ટીકામાં જોવા મળે છે. તેમાં (કાલાતીતના મતે) ઇશ્વર, કર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થના વિશેષનું-ભેદનું અનુમાન કરવાનો નિષેધ કરેલો છે. ત્યારબાદ ટીકામાં પ્રશ્ન ઉઠાવેલો છે કે, પ્રશ્ન : અનુમાનથી ઈશ્વરાદિના વિશેષનું નિરૂપણ ન કરાય, તો પણ શાસ્ત્રથી = આગમથી તો તેનો નિશ્ચય થઈ શકશે ને ? જવાબ : ના, શાસ્ત્ર પણ આપ્ત-વચન રૂપ છે. આથી તેના વડે કહેવાનો અર્થ બીજી રીતે ઘટતો ન હોવાથી વસ્તુતઃ જોઇએ તો આગમ પણ અનુમાન સ્વરૂપ છે. અર્થાત્ અનુમાનમાં દેખાતી ધૂમ વગેરે વસ્તુવડે નહિ દેખાતા વહ્નિ વગેરે અર્થની સિદ્ધિ-નિશ્ચય થાય છે. જો પર્વત પાછળ અગ્નિ ન હોય તો ત્યાંથી નીકળતો, પ્રત્યક્ષ દેખાતો એવો ધૂમાડો ઘટી શકે નહિ. કારણકે અગ્નિ વિના ધૂમ હોઈ શકે નહીં. માટે અગ્નિ માનવો જ જોઇએ. આ પ્રમાણે પ્રસ્તુતમાં પણ દેવ, કર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થોનું પ્રતિપાદન કરનારા આગમો એ આપ્તવચન સ્વરૂપ છે. જેઓનું વિધાન અવિસંવાદી હોય તે આત કહેવાય. હવે જો દેવ, કર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થોને ન સ્વીકારીએ તો તેનું વિધાન કરનારા દશ્યમાન આગમ રૂપ આપ્તવચનો ઘટે નહીં. અર્થાત દેવ, કર્મ વગેરે આગમપ્રતિપાદિત પદાર્થોનો નિશ્ચય સ્વીકારીએ તો જ તે શાસ્ત્રો આપ્તવચન રૂપે ટકી શકે છે, બીજી રીતે નહીં. આમ આગમ/શાસ્ત્રો અર્થાત્ આપ્તવચન રૂપ શબ્દ પણ અન્યથા અનુપપન્ન હોવાથી તેનાથી પ્રતિપાદિત અર્થોની સિદ્ધિ થવાથી જ ઘટતાં હોવાથી તત્ત્વતઃ અનુમાનસ્વરૂપ છે. અનુમાન-પ્રયોગ આ પ્રમાણે થાય - દેવય: પાથ: સત્તિ, आप्तवचनाभिधेयत्वात् ।
યોગબિંદુ શ્લોક ૩૦૭ની ટીકામાં પૂર્વોક્ત હકીકતને જણાવતાં અંતિમ વચનો આ પ્રમાણે છે - ૧ ૨ વર્લ્સ - શાસ્ત્રાન્તર્દિ નિશ્ચયો ભવિષ્યતિ, તીવ્યાતવરત્વેન अभिधीयमानार्थाऽन्यथाऽनुपपन्नतया तत्त्वतोऽनुमानत्वात् ॥ ३०७ ॥
સૂ.૩૫, પૃ.૪૮૪, પૃ.૧૪ “સંધ્યાતીૉપ' એવા આગમનો સંપૂર્ણ પાઠ આ પ્રમાણે છે -
संखाईएऽवि भवे साहइ जं वा परो उ पुच्छिज्जा ।
ण य णं अणाइसेसी वियाणई एस छउमत्थो ॥ ५९० ॥ ગાથાર્થ : (ગણધર ભગવંત કેવી રીતે ધર્મ કહે છે ? એના સમાધાનમાં કહે