________________
પરિશિષ્ટ-૧
૫૬૧
એ પાંચ નિયમ છે.
સૂ.૩૫, પૃ.૪૬૬, ૫.૨૨ - યદ: શબ્દનો ઉચ્ચાર થયે છતે સાંપ્રત-નય કેવો બોધ માને છે તે જણાવતાં ભાષ્યમાં કહેલું છે કે, નામાદિ સંબંધી કોઈપણ એકના ગ્રાહક અને પ્રસિદ્ધપૂર્વક એવા યદિ શબ્દનું ઉચ્ચારણ થયે છતે જે બોધ થાય તે સાંપ્રત-શબ્દનય કહેવાય. અહીં પ્રશ્ન એ થાય કે આ જ સૂત્રમાં પૂર્વે પૃ.૪૪૬ ઉપર શબ્દનયનું સાધારણ લક્ષણ આપતાં ભાષ્યમાં કહ્યું કે, યથાથffમધાનં શદ્દો ટીકામાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે, યથા = એટલે નામાદિ ત્રણના નિષેધપૂર્વક ભાવરૂપે જે ઘટાદિ છે, તેનું જે અભિધાન = શબ્દ છે, તેને આશ્રયીને થતો બોધ શબ્દનય કહેવાય. વળી કહ્યું કે, વર્તમાન - ભાવઘટ'નો જ આશ્રય કરે છે, બીજાનો નહિ. વિદમીને નવયમેવાશ્રયેતિ, નેતરનિતિા. આ શબ્દો સ્પષ્ટ રૂપે કહે છે કે, શબ્દ-નય ભાવ-ઘટનો જ આશ્રય કરે છે.
જ્યારે “ઘટ' પદાર્થની વિચારણા કરતી વખતે કહ્યું કે, રામવિીનાં મચતમપ્રદિપુ આમ આ પૂર્વાપર વિરોધ આવે છે. તેનું નિરાકરણ શી રીતે કરવું એ પ્રશ્ન છે.
આ અંગે લાગે છે કે પટ વગેરે શબ્દો ભાવ-ઘટને જણાવે છે, પરંતુ પ્રકરણવશાત્ તે ઘર વગેરે શબ્દો નામ-ઘટ વગેરે ત્રણનો પણ બોધ કરાવે ત્યારે અન્યતમગ્રાહી = અર્થાત્ કોઈપણ એક ઘટના બોધક માનવા જોઇએ.
આ વિષયમાં વિદ્વાનોને પૂછતાં આ પ્રમાણે સમાધાન મળે છે – પ્રકરણ-સંદર્ભવશાત્ ઘટ-શબ્દ નામાદિ દરેકને જણાવી શકે છે. કાર્યભદાતુ કારણભેદ-ન્યાયે નામ-ઘટને જણાવનાર ઘટ-શબ્દ કરતાં સ્થાપના-ઘટને જણાવનાર શબ્દ અલગ છે.
નામાદિ ચારે ય પ્રકારના ઘટ શબ્દ ઉચ્ચારાયેલ હોય ત્યારે થતો સંપ્રત્યય એ સાંપ્રતનય છે. આવો અર્થ જણાય છે. આમાં પૂર્વના ભાવ-ઘટને જ જણાવનાર પાઠ સાથે અનુસંધાન કરીએ તો જણાય છે કે એ સંપ્રત્યય ભાવ-ઘટ અંગે જ હશે. શેષ ૩ને પ્રકરણવશાત્ જણાવતો શબ્દ બોલાયો હોય તો સાંપ્રત-નય એને અસાધુ-પ્રયોગ માની છોડી દે એવું જણાય છે. (અર્થાત્ આ પૂર્વ-પાઠનો અભિપ્રાય છે.)
આમ સામાન્યથી તો શબ્દનયના મતે પદ શબ્દ ભાવ-ધટનો જ બોધ કરાવે છે પણ પૂર્વોક્ત રીતે પ્રકરણવશાત્ નામાદિ ઘટના વાચક તરીકે ઘટ-શબ્દનો ઉચ્ચાર થયેલ છે એમ જણાયેલ હોય ત્યારે ઘટ-શબ્દ વડે નામાદિ ઘટનો પણ બોધ થવામાં બાધ નથી એમ વૃત્તિકારનો અભિપ્રાય જણાય છે. એ રીતે બન્ને ય પાઠનો સમન્વય કરવો જોઇએ એમ લાગે છે. વિશેષ નિર્ણય વિદ્વાનો જ કરે.