________________
૫૬૪
તત્ત્વાધિગમ સૂત્ર
કારણ કે તે અવિભાગ-સંપૂર્ણપણે હોવાથી તેના નિકૃષ્ટ અનંતમા ભાગનો અસંભવ છે. અવધિજ્ઞાન પણ અસંખ્યય-પ્રકૃતિ ભેદવાળું હોવાથી તેના અનંતભાગનો અભાવ છે. મન:પર્યાયજ્ઞાન પણ ઓઘથી ઋજુમતિ-વિપુલમતિ રૂપ ભેદવાળુ હોવાથી તેનો અનંતભાગ હોતો નથી. વળી અવધિ-મન:પર્યાય જ્ઞાનમાં પણ નિત્ય ઉઘાડુ હોવાનો અભાવ હોવાથી અહીં તેનો અધિકાર નથી. હવે બાકી રહ્યા મતિ-શ્રુતજ્ઞાન, તેમાં ય પ્રસ્તુતમાં અધિકૃત હોવાથી શ્રુતજ્ઞાન રૂપ મકારાદિ અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો હોય છે. અને “જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય અને જયાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન પણ હોય એવા નિયમથી મતિજ્ઞાનનું પણ ગ્રહણ કરવું.
હારિભદ્રી-વૃત્તિમાં પ્રશ્ન કરેલો છે કે, સૂત્રમાં “અક્ષર” શબ્દ સામાન્યથી (અવિશેષ રૂપે) કહેલ હોવાથી તેના વડે કેવળજ્ઞાન પણ જણાય અને પ્રસ્તુતમાં શ્રુતનો અધિકાર હોવાથી તે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન - પર્યાયના પરિમાણ તુલ્ય શી રીતે બને. એવા પૂર્વપક્ષનું સમાધાન આપતા કહ્યું છે કે, અહીં અપર્યવસિત-શ્રુતજ્ઞાનનો અધિકાર હોવાથી ‘અક્ષર' શબ્દથી આ કાર વગેરે જ જણાય છે. અને તે એ કારાદિ અક્ષરો પણ અનંત સ્વ-પર પર્યાયવાળા છે. કેમકે મ કારના ઉદાત્ત વગેરે ૧૮ પ્રકારો છે તે તેના સ્વપર્યાય છે. તથા અન્યવર્ણસહિત 4 કારાદિ પણ સ્વ-પર્યાય છે. અને તે અનંત છે.
કારણ કે અભિલાખ ભાવો અનંતા છે. શબ્દ તે ભેદોનો અભિધાયકત્વ પરિણામવાળો હોય ત્યારે તે તે અનંત અર્થોનો પ્રતિપાદક છે. તથા મકારાદિ અક્ષરના ઘટાદ જે પરપર્યાયો છે તે પણ સ્વપર્યાય કરતાં અનંતગુણ છે. ઘટાદિ-પરપર્યાયો એ કઈ રીતે અક્ષરના સ્વ-પર્યાય કહેવાય ઇત્યાદિ ઘણા વિસ્તારથી ચૂર્ણિકારે તથા વૃત્તિકારે વર્ણન કરેલું છે. પણ અહીં વિસ્તાર-ભયથી જણાવતાં નથી.
સારાંશ, એટલો જ છે કે, અહીં મૂળસૂત્રમાં “ગવરવર મuતમા' એમ જે અક્ષરનો અનંતમો ભાગ ગ્રહણ કરવાનું કહેલું છે, તે પૂર્વોક્ત પારિશેષ્ય-ન્યાયથી અકારાદિ રૂપ શ્રુતજ્ઞાનનો અનંતમો ભાગ લેવાનો છે. અને તેટલું જ્ઞાન સર્વજીવોને (સર્વ-જઘન્યચૈતન્યવાળા એકેન્દ્રિય પૃથ્વીકાય જીવોને પણ) હંમેશા ઉઘાડું હોય છે. તેથી અધિક ચૈતન્યવાળા અપકાય વગેરેને અનંતગુણ વિશુદ્ધ અક્ષર રૂપ જ્ઞાન હોય છે. આ પ્રમાણે તેઉકાયથી સંજ્ઞી-પંચેન્દ્રિય સુધીના જીવોમાં ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધતર જ્ઞાન જાણવું. [નંદીસૂત્ર-ચૂર્ણિ અને હારિભદ્રવૃત્તિને આધારે.].