________________
પરિશિષ્ટ-૧
૫૬૩
=
છે -) સંખ્યાતીત અસંખ્ય ભવોને કહે અથવા બીજો વ્યક્તિ જે વસ્તુ પૂછે, તેને કહે છે. અનતિશયી એટલે અવધિજ્ઞાન આદિ અતિશયથી રહિત જીવ જાણી શકતો નથી
કે
આ છદ્મસ્થ છે. અર્થાત્ સર્વ પ્રશ્નના ઉત્તરો આપવાને સમર્થ હોવાથી શ્રુતજ્ઞાની ગણધરાદિ સંબંધી જાણી શકાતું નથી કે તેઓ છદ્મસ્થ છે કે કેવળી છે. (આવશ્યક નિર્યુક્તિ - ગા ૫૯૦)
સૂ.૩૫, પૃ.૫૧૮, પં.૨૦ સર્વ-જીવોને ‘અક્ષર’નો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો હોય છે' એમ કહ્યું. તેમાં ‘અક્ષર' શબ્દના ત્રણ પ્રકાર છે. (૧) જ્ઞાન રૂપ અક્ષર (૨) અકાર વગેરે રૂપ અક્ષર અને (૩) જ્ઞેય રૂપ અક્ષર છે. અને તે સર્વ-આકાશ-પ્રદેશો સાથે અનંતરાશિનો ગુણાકાર કરતાં જે જવાબ આવે તેટલાં સર્વદ્રવ્યના પર્યાયના પરિમાણરૂપ અક્ષર નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે ઉક્ત જ્ઞાનાક્ષર વગેરે ત્રણેય અક્ષરોના પર્યાયો અનંતાનંતરાશિ પ્રમાણ છે. ત્રણેય લેવામાં વાંધો નથી. અહીં જ્ઞાનરૂપ અક્ષર લેવાનો છે. કારણ કે તે સર્વ જીવોમાં ક્યારેય ન હોય એવું બનતું નથી. હંમેશા હોય છે. જેથી કહ્યું છે કે, ‘અક્ષરનો અનંતમો ભાગ સર્વ જીવોમાં (નાનામાં નાના પૃથ્વીકાયાદિમાં) પણ નિત્ય ઉઘાડો હોય છે.' (‘વિ' શબ્દથી સિદ્ધના જીવોને અને = શબ્દથી ભવસ્થકેવલી આત્માઓને છોડીને સર્વજીવો લેવાના છે) આ અક્ષરનો અનંતભાગ અનેક પ્રકારે છે. તેમાં જીવનું જે સર્વ-જઘન્ય (નાનામાં નાનું અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જીવનું) ચૈતન્ય છે, તે થીણદ્ધિ-નિદ્રા સહિત જ્ઞાનાવરણાદિ-કર્મના ઉત્કૃષ્ટ આવરણ વડે પણ ઢંકાતું નથી, કારણ કે ચૈતન્ય એ જીવનો સ્વભાવ છે. આથી જ નંદીસૂત્રના મૂલસૂત્રમાં કહ્યું છે કે ‘જો તે (અક્ષરનો અનંતમો ભાગ) પણ આચ્છાદિત થઇ જાય, તો જીવ અજીવપણાને પામી જાય.' અર્થાત્ તે આવરણ વડે ચૈતન્ય-લક્ષણવાળો જીવ પોતાના લક્ષણનો ત્યાગ કરી દેવાથી અજીવત્વને (જડપણાને) પ્રાપ્ત કરવાનો પ્રસંગ આવે. પણ આ ઇષ્ટ નથી. કેમકે સર્વ વસ્તુઓ સર્વથા સ્વભાવનો તિરસ્કાર (ત્યાગ) ક્યારેય કરતાં નથી. આ માટે સૂત્રમાં જ દૃષ્ટાંત કહેલું છે કે “મુહુવિ મેસમુવÇ, હો પમા સંવસૂાળ" ॥ અર્થાત્ ગગનમાં ચંદ્ર-સૂર્યની પ્રભાના સમૂહને આચ્છાદિત કરતો અત્યંત ઘણો-ગાઢ, વાદળોનો સમૂહ ઘેરાયો હોય તો પણ ચંદ્ર-સૂર્યની કંઇક પ્રભા હોય છે. કારણ સર્વથા સર્વના સ્વભાવનો ત્યાગ કરી શકાતો નથી.
અહીં અક્ષ૨નો અનંતમો ભાગ કહ્યો તેમાં પૂર્વોક્ત ત્રણ પૈકી કયો અક્ષર લેવાનો છે ? તેમાં ચૂર્ણિકારે પ્રથમ ‘જ્ઞાન’ રૂપ અક્ષરનો અર્થ લઇને છેલ્લે પારિશેષ્ય-ન્યાયથી કારાદિ અક્ષર-શ્રુત ફલિતાર્થ રૂપે લેવાનું જણાવેલ છે. તેમાં કહેલું છે કે, અક્ષર એટલે જ્ઞાન અને તેનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો હોય છે. તે કેવળજ્ઞાનનો સંભવતો નથી