Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Ratnavallabhvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 571
________________ ૫૫૮. તત્ત્વાર્થાધિગમ સૂત્ર આ જ વાતને પરસ્પર કાર્ય-કારણભાવ જોડીને ઉલટાવીને કહે છે - “જે સર્વને જાણે છે તે એકને જાણે છે જે સંસારમાં રહેલ સર્વવસ્તુના સર્વ પર્યાયોને જાણે છે તે એક ઘટ વગેરેને જાણે છે. કારણકે વિવક્ષિત ઘટમાં અન્ય સર્વવસ્તુના સર્વ પર્યાયો પર-પર્યાય (અભાવ) રૂપે રહેલાં છે. તેને જાણે તો જ વિવલિત ઘટ વગેરે સંપૂર્ણ જાણ્યો કહેવાય. આમ સર્વ વસ્તુ સ્વ-પર પર્યાય ભેદથી સર્વ-દ્રવ્ય-પર્યાયમય છે. આ અંગે વિશેષ સ્પષ્ટતા નંદીસૂત્ર-ચૂર્ણિ (સૂ.-૪૨) વગેરેથી જાણી લેવી. સૂ.૩૧, પૃ.૩૯૯ ૫.૨૬ આગમાનુસારી મહાપુરુષો અનેક આગમ-પાઠનો આધાર લઈને કેવળજ્ઞાનીને જ્ઞાન (વિશેષ) અને દર્શનનો (સામાન્યનો) ઉપયોગ ક્રમશઃ સમયાંતરે માને છે. તેમાં સમાધાન તરીકે જીવનો તેવો સ્વભાવ જ માનવો જોઈએ, એમ કહે છે. તર્માનુસારી મહાપુરુષો કેવળજ્ઞાનીને જ્ઞાન અને દર્શનનો ઉપયોગ યુગપત = એક સમયે માને છે. એમ ન માનીએ તો કેવળદર્શનના (સર્વસામાન્યના) ઉપયોગ કાળે બોધમાં ન્યૂનતા આવે એમ કહે છે. ત્રીજા સમાધાનવાદી મતવાળા કહે છે, કેવળજ્ઞાની સર્વભાવનું ગ્રહણ યુગપત્ – એક જ સમયે કરે છે, પછી તે સામાન્યથી કે વિશેષથી એ જુદી વાત. પૂજ્યપાદ મલવાદિસૂરિ મહારાજ તથા વાદિમુખ્ય શ્રસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજ કેવળજ્ઞાનીને યુગપતુ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ માને છે. તેમાં પણ આચાર્યશ્રી મલવાદીસૂરિજી કે. જ્ઞા. અને કે. દ. સમકાલીન હોવા સાથે કેવળજ્ઞાનને કેવળદર્શનથી ભિન્ન તરીકે સ્વીકારે છે જ્યારે આચાર્ય સિદ્ધસેનદિવાકરસૂરિ સમકાલીન માનવા સાથે કેવળજ્ઞાનને કેવળદર્શનથી અભિન્ન રૂપે સ્વીકારે છે. આગમવાદી વિશ્વવિશ્વાઐ પૂજ્યપાદ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ક્રમથી ઉપયોગ માને છે. કારણકે આગમમાં તેનું જ પ્રતિપાદન કરનારા પાઠો ઉપલબ્ધ થાય છે. પૂર્વોક્ત ત્રણેય મતોની જુદા જુદા નયોની યોજના કરીને પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જ્ઞાનબિંદુ' નામના ગ્રંથમાં સમન્વય કરેલો છે, તે ત્યાંથી જ જાણી લેવો. આ જ હકીકતનું સૂચન કરતાં તેઓએ રચેલ તત્ત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાય વિવરણમાં કહેલ છે કે, માત્ર યોજના ગ્રામજ્ઞાનવિન્દોર . (આ. શ્રી દર્શનસૂરિકૃત વિવરણના આધારે) આ પ્રમાણે મતભેદો હોવા છતાં ય અન્ય મતનું નિરાકરણ કરતી વખતે તે તે મહાત્માના ઉત્તમ ગુણોનું વિશિષ્ટ રીતે આખ્યાન કરેલું છે એ તેઓની મૂઠી ઊંચેરી મહાનતા દર્શાવે છે - અસ્તુ. સૂ.૩૨, પૃ.૪૦૫, પં.૨૦ ત્રણ પ્રકારના મિથ્યાદર્શનવાળા મિથ્યાદષ્ટિ જીવો ટીકામાં

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604