________________
૫૪૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર બોધ થાય છે... જેમ કે, ઘડાના “રૂપ' વગેરે સ્વધર્મોથી ઘડો જણાય છે, તેમ “ઘટ’ શબ્દથી પણ પટનો નિષેધ થવા પૂર્વક ઘડાનો જ બોધ થાય છે, એમ અનુભવાય છે... માટે ઘટ-શબ્દ એ દરેક ઘડારૂપ વસ્તુનો ધર્મ છે... ઘટ-શબ્દ એ પટ-પદાર્થનો ધર્મ નથી માટે તેનાથી પટનો બોધ થતો નથી... આમ જે પણ વસ્તુ વિશ્વમાં વિદ્યમાન છે, તેનો વાચક કોઈને કોઈ શબ્દ હોય જ છે, અને જે વસ્તુ ન હોય, દા.ત. પાંચ ભૂત (પૃથ્વી, આદિ) ઉપરાંત છઠું “ભૂત” દુનિયામાં નથી, માટે તેનો બોધ કરવાનાર શબ્દ પણ વિદ્યમાન નથી.
આમ શબ્દ રૂપ “નામ” એ પણ તે તે શબ્દથી વાચ્ય તે તે પદાર્થોનો ધર્મ છે, એ વાતનું સમર્થન થવાથી નામ-નિક્ષેપ એ વસ્તુના ધર્મ તરીકે સાબિત થાય છે... આ જ પ્રમાણે વસ્તુનો આકાર/આકૃતિ અને વસ્તુના કારણભૂત દ્રવ્ય એ પણ વસ્તુનો ધર્મ છે તથા “ઘટાદિ વસ્તુનો જે ભાવ = જલ-ધારણ વગેરે (અર્થક્રિયા) એ તો વસ્તુનો ધર્મ હોવામાં કોઈ પ્રશ્ન જ નથી. આ રીતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેય નિક્ષેપો વસ્તુમાત્રના ધર્મ છે એ પણ સિદ્ધ થાય છે. આ હકીકતને સિદ્ધ કરતાં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશેષાવશ્યક ભાષ્યમાં નીચે પ્રમાણે શ્લોક કહે છે. નામા સદ્દસ્થ-પિરિમાવો નિયય ા વન્યુમલ્થિ તો a૩૫ જાયં તયં સઘં . ૭રૂ I
ઘટ પટ વગેરે જે કોઈ વસ્તુ લોકમાં દેખાય છે, તે દરેક વસ્તુ નિશ્ચિતપણે ૧. નામ, ૨. સ્થાપના (આકૃતિ) ૩. દ્રવ્ય અને ૪. ભાવ એ ચાર પર્યાયવાળી છે અર્થાત્ ઉક્ત ચાર ધર્મોવાળી છે... પરંતુ જે રીતે નામ આદિ નિક્ષેપો કહે છે કે, વસ્તુ માત્ર નામરૂપ જ છે, અથવા સ્થાપના આકાર-રૂપ જ છે, અથવા દ્રવ્ય રૂપે જ કે ભાવાત્મક જ છે, એવું નથી. પણ ચારેય ધર્મો દરેક વસ્તુમાં હોય છે.
પ્રશ્ન : વસ્તુમાત્ર ચારેય પર્યાય (=નિક્ષેપ, ધર્મ)વાળી છે, એવું શાથી જણાય છે?
જવાબ : નામાદિ ભેદોમાં = એટલે કે એકત્વરૂપ = અભેદરૂપ પરિણામવાળા જે ૧. નામ ૨. સ્થાપના ૩. દ્રવ્ય અને ૪. ભાવ એ ચારેય વસ્તુ-ધર્મોમાં (૧) શબ્દ (૨) અર્થ અને (૩) બુદ્ધિ (= પ્રત્યય, જ્ઞાન) એ ત્રણેય પરિણામ (પરિણતિ)નો સદ્ભાવ હોવાથી જણાય છે કે, તમામ વસ્તુ નામાદિ ચાર પર્યાયથી યુક્ત છે... કારણ કે, જયાં પણ શબ્દ-અર્થ-પ્રત્યય એ ત્રણ પરિણામનો સદ્ભાવ હોય તે તમામ પદાર્થો નામાદિ ચાર પર્યાયવાળા હોય છે. વળી જો આ નામાદિ ચાર પર્યાયોનો (ધર્મોનો) અભાવ હોય, તો શબ્દાદિ રૂપ (ત્રણ) પરિણામનો સદ્ભાવ પણ જણાતો નથી. દા.ત. સસલાનું શિંગડું... આમાં નામાદિ પર્યાયોનો (ધર્મોનો અવસ્થાઓનો) અભાવ હોવાથી તેના શબ્દ, અર્થ અને જ્ઞાનરૂપ ત્રણ પરિણામો પણ હોતાં નથી.. (i) શબ્દ (ii) અર્થ અને (i) પ્રત્યય (જ્ઞાન)નું સ્વરૂપ અને તેના નામો (શબ્દો) સમાન હોય છે, એ પૂર્વે જણાવેલું જ છે.