________________
પરિશિષ્ટ-૧
૫૫૫
પદાર્થ-વિષય-જ્ઞેય આ પ્રમાણે જ છે, બીજા પ્રકારે નથી' એમ નિશ્ચયનો આકાર જણાવ્યો છે. આથી ભાવનું = ફળ સ્વરૂપ ક્રિયાનું અભિધાન થાય છે. જો પૂર્વોક્ત કર્મણિ પ્રયોગ રૂપ અર્થ લઇએ તો ભાવનું અભિધાન કરનારો ન કહેવાય, માટે તેને ભાવાર્થ-હાર્દ સમજવો જોઇએ. અને ત્યારબાદ કહેલ ફલિતાર્થ જ ભાવનું અભિધાન કરનારો હોવાથી તેને યથાર્થ વિવરણ માનવું જોઇએ એમ અમને ઉક્ત વિષયમાં ઘણી વિચારણા કર્યા પછી જણાય છે. બીજી રીતે કહીએ તો ભાવ રૂપ અર્થ સારી રીતે સમજાય તે માટે પહેલાં કર્મણિ પ્રયોગ દ્વારા ભૂમિકા કરી છે એમ માનવું જોઇએ. વિદ્વાનો જ આને ન્યાય આપે. અસ્તુ.
સૂ.૧૭, પૃ.૨૯૯, પં.૨૪ અવગ્રહ વગેરે મતિ-ભેદો અર્થના ગ્રાહક છે અને તે અર્થ સ્પર્શ, રસાદિ પાંચ પ્રકારનો છે. સ્પર્શોદિ દ્રવ્યના પર્યાયો છે અને આથી પર્યાયના ગ્રહણથી દ્રવ્યનું ગ્રહણ અવશ્ય થવાનું જ છે કારણ કે દ્રવ્ય વિના પર્યાયો નથી અને પર્યાય વિનાના દ્રવ્યો નથી. આમ દરેક ઇન્દ્રિય વડે સ્પર્શદ સ્વવિષયનું ગ્રહણ થયે દ્રવ્યનું ગ્રહણ અવશ્ય થાય છે. અને દ્રવ્યનું ગ્રહણ થયે યથાયોગ્ય સ્પર્શાદિનું પણ ગ્રહણ અવશ્ય થાય છે. ક્યારેક દ્રવ્યની પ્રધાનતા હોય તો ક્યારેક પર્યાયોની એ વાત જુદી છે. આ રીતે દરેક ઇન્દ્રિયવડે દ્રવ્યનું ગ્રહણ થતું હોવાનું વિધાન કરવાથી ફક્ત સ્પર્શ અને ચક્ષુ એ બે ઇન્દ્રિયો વડે જ દ્રવ્યનું ગ્રહણ થાય છે એવું માનનાર નૈયાયિકોનું નિરાકરણ થાય છે, એમ જાણવું.
સૂ.૧૮, પૃ.૩૦૨, પં.૨૦ ઇન્દ્રિય સાથે વિષયના સંબંધ રૂપ પહેલાં વ્યંજનાવગ્રહ થાય છે એમ કહ્યું. તેમાં કઇ ઇન્દ્રિયનો કયા વિષય સાથે એવો સંબંધ થાય છે તે જણાવનારી વિશેષાવશ્યક ગત નિર્યુક્તિ-ગાથા આ પ્રમાણે છે -
पुट्ठे सुणेइ सद्दं, रूवं पुण पासइ अपुट्ठे तु ।
ન્યું તું ચ પાસે ચ વન્દ્વપુર્ણ વિયારે ॥ [ વિશેષાવ૰ ગા. ૩૩૬ ]
ગાથાર્થ : શ્રોત્રેન્દ્રિય એ સ્પષ્ટ માત્ર શબ્દને સાંભળે છે, ગ્રહણ કરે છે. કારણકે શબ્દના પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ, ઘણા અને ભાવુક હોય છે તથા શ્રોત્રેન્દ્રિય પણ બીજી ઇન્દ્રિયો કરતાં વધુ ચપળ કુશલ હોય છે. શરીર ઉપર ધૂળ લાગી હોય તેની જેમ ફક્ત સ્પર્શ–સંબંધ થયો હોય તે સ્પષ્ટ કહેવાય. તથા ગન્ધ, રસ અને સ્પર્શ રૂપ વિષયને ક્રમશઃ ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય એ બદ્ધસ્પષ્ટ રૂપે ગ્રહણ કરે છે. ગંધાદિ દ્રવ્યનો સમૂહ પહેલાં ઘ્રાણેન્દ્રિયાદિ સાથે સ્પષ્ટ થાય, સંબંધ માત્ર પામે, પછી ‘બદ્ધ' થાય અર્થાત્ આત્મપ્રદેશો સાથે ગાઢ રૂપે સંબદ્ધ થાય આત્મસાત્ થાય. ત્યારે ઘ્રાણેન્દ્રિયાદિ વડે
-