________________
પરિશિષ્ટ-૧
૫૫૩ નહીં જેણે મતિ-શ્રુત જ્ઞાનને પામ્યા પહેલાં જ અવધિ વગેરે શેષ જ્ઞાનને પ્રાપ્ત કરેલ હોય, કરે છે અથવા કરશે. માટે પૂર્વોક્ત પાંચે ય જ્ઞાનની પ્રાપ્તિ યથાક્રમે જ થતી હોવાથી તેમજ ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાથી ઉક્ત ક્રમ યોગ્ય રીતે જ કહેલો છે.
સૂ.૯, પૃ.૨૨૯, ૫.૨૪ ટીકામાં “અવધિજ્ઞાન' શબ્દની વ્યુત્પત્તિ કરતાં કહ્યું કે, સવ શબ્દ અથ: (નીચે) શબ્દના અર્થમાં છે. આથી ગવ એટલે નીચે નીચે જતાં વિસ્તૃતવિષયવાળુ અનુત્તરવાસી વગેરે દેવોનું જે જ્ઞાન તે “અવધિજ્ઞાન” કહેવાય. (અથોડથ: વિસ્તૃતં થી તે છિને સ્વર વસ્તુ તેના જ્ઞાનેન તત્ સર્વાધિ: I [વિશેષાવ. શ્લો. ૮૨. આ. હેમચંદ્રસૂરિકૃત ટીકા] આમાં વિષયની બહુલતાને આશ્રયીને આ પ્રમાણે વ્યુત્પત્તિ કરેલી છે. “ભવના નિમિત્તથી દેવોને અવધિજ્ઞાન થાય છે. અને તે અનુત્તરવાસી વગેરે દેવોનું અવધિજ્ઞાન નીચે નીચે રત્નપ્રભાદિ પૃથ્વીને વિષે અધિક અધિક વિસ્તારવાળુ હોય છે. દા. ત. વૈમાનિક દેવોમાં સૌધર્માદિ કલ્પમાં નિવાસ કરનારા દેવોનું અવધિજ્ઞાન આ પ્રમાણે છે.
(૧) સૌધર્મ અને (૨) ઇશાન કલ્પવાસી દેવોનું રત્નપ્રભા = ૧લી પૃથ્વી સુધી અ. જ્ઞા. હોય છે. (૩) સનકુમાર (૪) મહેન્દ્ર કલ્પવાસી દેવાનું શર્કરામભા = રજી પૃથ્વી સુધી અ. જ્ઞા. હોય છે. (૫) બ્રહ્મલોક (૬) લાંતક કલ્પવાસી દેવોનું વાલુકાપ્રભા = ૩જી પૃથ્વી સુધી અ. જ્ઞા. હોય છે. (૭) શુક્ર (૮) સહસ્ત્રાર કલ્પવાસી દેવોનું પંકપ્રભા = ૪થી પૃથ્વી સુધી અ. જ્ઞા. હોય છે. (૯) આનત (૧૦) પ્રાણત કલ્પવાસી દેવોનું ધૂમપ્રભા = પમી પૃથ્વી સુધી અ. શા. હોય છે.
(૧૧) આરણ (૧૨) અચુત કલ્પવાસી દેવોનું ઉપરોક્ત અધિક વિશુદ્ધ દેખે છે.
નવ રૈવેયક દેવોમાં અધસ્ય અને મધ્યમ વિમાનવાસી દેવો તમ:પ્રભા = ૬ઠ્ઠી પૃથ્વી સુધી દેખે છે. નવ રૈવેયક દેવોમાં ઉપરિમ અને મધ્યમ વિમાનવાસી દેવો તમસ્તમઃ પ્રભા = ૭મી પૃથ્વી સુધી દેખે છે.
અનુત્તરવાસી દેવો સંપૂર્ણ ચારેય દિશામાં કન્યાની ચોળીના આકારવાળી લોકનાડી દેખે છે.
આમ નીચેના ભાગમાં વૈમાનિક દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉપર ઉપરના દેવલોકમાં દેવમાં વિસ્તૃત થતું જાય છે. આથી જ ઉપરોક્ત વ્યુત્પત્તિમાં નવ નો અર્થ “અધ-વિસ્તૃત એમ કરેલો છે. બાકી તિથ્થુ તો સૌધર્મ વગેરે દેવેન્દ્રોનું અવધિજ્ઞાન અસંખ્યય દ્વીપ-સમુદ્રો ક્ષેત્ર જેટલું સમજવું. અને ઉપર ઉપરના દેવોનું તે જ અતિ ઘણા દ્વીપ-સમુદ્રો વિષયવાળું