________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
?
ગોવાળનો પુત્ર છે ? કે ખેડૂત-ક્ષત્રિય-બ્રાહ્મણ-વૈશ્ય-શુદ્રનો પુત્ર છે ? આમ નામ-ઇન્દ્રના પણ દ્રવ્યથી ઘણા ભેદો પડે છે... ક્ષેત્રથી પણ વિચારાય તો શું તે નામ-ઇન્દ્ર ભરત-ક્ષેત્રનો છે, ઐરવત ક્ષેત્રનો છે કે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થનારો છે ? કાળથી પણ વિચાર કરતાં તે ભૂતકાળમાં થયેલ, વર્તમાનકાળમાં વિદ્યમાન છે કે ભવિષ્યકાળમાં થનારો છે ? ભાવથી પણ શું તે કૃષ્ણવર્ણવાળો છે, ગૌરવર્ણવાળો છે, દીર્ઘ (લાંબો) છે, અથવા નાનો છે ? આમ એક જ નામ-ઇન્દ્રના આશ્રયરૂપ અર્થ/પદાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી યુક્ત બને છે ત્યારે અનંત-ભેદવાળો થાય છે...
૫૪૬
આ જ પ્રમાણે સ્થાપના, દ્રવ્ય અને ભાવના આશ્રય રૂપ ‘ઇન્દ્ર’ વગેરે અર્થો ઉપર કહ્યા મુજબ પ્રત્યેકના અનંત ભેદોને કહેવા... આ પ્રમાણે આ નામ વગેરે ધર્મો પોતાના આશ્રય રૂપ ‘ઇન્દ્ર’ વગેરે વસ્તુના ભેદને કરનારા છે, એમ સમજવું...
પ્રશ્ન ઃ આ નામાદિ - ધર્મો (નિક્ષેપો) પોતાના આશ્રયરૂપ વસ્તુનો અભેદ કરનાર/સાધનારા કેવી રીતે બને ?
જવાબ : આ તો સરળ વાત છે, જ્યારે એક જ (ઇન્દ્ર વગેરે) વસ્તુમાં નામાદિ ચારેય જણાય છે, પ્રતીત થાય છે, ત્યારે વસ્તુનો અભેદ કરનારા/સાધનારા છે. તે આ પ્રમાણે એક જ શચીપતિ વગેરે અર્થમાં ‘ઇન્દ્ર’ એવું જે શબ્દાત્મક નામ છે, તે નામ-ઇન્દ્ર તથા તેનો આકાર તે ‘સ્થાપના’, ઉત્તરાવસ્થાનું કારણ હોય તે ‘દ્રવ્ય’ કહેવાય અને દિવ્યરૂપ, સંપત્તિ, વજ્રધારણ, પરઐશ્વર્યાદિ સંપન્ન હોવું, તે ભાવ-ઇન્દ્ર કહેવાય. આમ નામાદિ ચારેય ધર્મોની પ્રતીતિ થાય છે.
આ કારણથી પોતાના આશ્રય(આધાર)ભૂત વસ્તુનો ભેદ અને સંઘાત (અભેદ) બન્ને યને કરનારા અને પરસ્પર ભિન્ન સ્વરૂપ (લક્ષણ)વાળા નામાદિ ચાર ધર્મોને (i) ઉત્પાદ (ii) વ્યય અને (iii) ધ્રૌવ્ય = ધ્રુવતા/સ્થિરતા રૂપ ધર્મોની જેમ દરેક વસ્તુમાં જોડવા, લગાડવા અર્થાત્ વિચારવા.
=
ઉપરોક્ત અર્થનું નિરૂપણ જેના આધારે અમે કરેલું છે, તે વિશેષાવશ્યક ભાષ્યનો શ્લોક આ પ્રમાણે છે, થ સબમેયસંથાયારો મિન તવાળા તે । ૩પ્પાયા કૃતિયં પિવ થમ્મા पइवत्थुमाउज्जा ॥ ७४ ॥
સૂ.૭, પૃ.૧૬૮, પં.૨૪ દ્રવ્યાદિ પાંચ વસ્તુને આશ્રયીને ક્ષયોપશમ ઉત્પન્ન થાય છે અર્થાત્ દ્રવ્યાદિની ક્ષયોપશમ ઉપર અસર થાય છે. તે (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ અને (૫) ભવ એમ પાંચ નિમિત્તો છે. આમાં ય ભાવ અને ભવ પ્રધાન નિમિત્તો છે.