________________
પરિશિષ્ટ-૧
૫૪૫
કહેવાનો ભાવ એ છે કે, પરસ્પર એકબીજાથી યુક્ત એવા નામાદિ ચાર નિક્ષેપ સ્વરૂપ હોય એવી જ વસ્તુ વિષે તેનું અભિધાન કરનાર = કહેનાર/બોધ કરાવનાર તરીકે ઘટાદિ શબ્દનો પરિણામ (ધર્મ) દેખાય છે. તથા પૃથુબુબ્બોદર (તળિયે તથા મધ્ય ભાગમાં પહોળો)રૂપ આકાર સ્વરૂપ ઘટાદિ અર્થનો (પદાર્થનો) પણ પરિણામ નામાદિ ચાર રૂપે વસ્તુમાં જ પ્રાપ્ત થાય છે... અને બુદ્ધિને પણ જે તેના (વટાદિના) આકારના પ્રહણ (જ્ઞાન) રૂપ પરિણામ થાય છે, તે નામાદિ ચાર સ્વરૂપ વસ્તુ વિષે જ થાય છે...
આવું જે દેખાય છે, તે ભ્રાંત છે, એમ ન કહેવું, કારણ કે, આ પ્રમાણે નામાદિ ચાર રૂપ જ વસ્તુમાં શબ્દાદિનો પરિણામ (પરિણતિ) થવામાં કોઈ બાધ આવતો નથી... અને જે દેખાતી ન હોય તેવી શંકા વડે અનિષ્ટ = વિરોધી પદાર્થની કલ્પના કરવી તે યોગ્ય નથી. આમ કરવામાં તો દરેક ઠેકાણે તેની ફોગટ કલ્પના કરવામાં અતિપ્રસંગ આવે, કેમ કે, સ્પષ્ટપણે સિદ્ધ થતાં-દેખાતાં પદાર્થમાં ય તેવી કલ્પના થવા માંડશે...
પણ આમ કરવું બરોબર નથી. કારણ કે સૂર્યાસ્ત થયે રાત્રિ અને સુર્યોદય થતાં દિવસ ઉગતો જે દેખાય છે, આવી પ્રત્યક્ષ વસ્તુઓમાં બાધકની સંભાવના/કલ્પના વડે તેની ઉલટી રીતે કલ્પના કરવી તે કોઈ રીતે સંગત થતી નથી. તથા પ્રસ્તુતમાં પણ તેવી વસ્તુનું નામાદિ ચાર પર્યાયવાળી વસ્તુના શબ્દાદિ પરિણામનું) દર્શન અને ઉલટી વસ્તનું અદર્શન સિવાય બીજું કોઈ પ્રમાણ ઉક્ત વસ્તુનો નિશ્ચય કરનાર તરીકે અમે જોતાં નથી... માટે નિષ્કર્ષ નિગમન એ જ કે, એક અભેદરૂપ પરિણતિથી યુક્ત એવા નામાદિ – ભેદ (પ્રકાર)વાળી વસ્તુમાં જ શબ્દાદિનો (અર્થના વાચકપણા વગેરે રૂ૫) પરિણામ દેખાવાથી સર્વ વસ્તુ નામાદિ - ચાર – પર્યાયવાળી જ છે, એમ સ્થિર થાય છે...
શંકાઃ જો સર્વ વસ્તુ નામાદિ ચાર પર્યાયવાળી હોય, તો શું નામ વગેરેનો પરસ્પર ભેદ છે જ નહીં? સમાધાનઃ એવું નથી, પૂર્વે જે ભિન્ન સ્વરૂપવાળા નામાદિ ધર્મો કહેલા છે, તે પોતાના આશ્રયભૂત ઘટાદિ વસ્તુનો ભેદ અને સંઘાત = સંગ્રહ કરનારા છે. અર્થાત્ કોઈ અપેક્ષાએ ભેદ કરનારા/જુદા પાડનારા છે અને કોઈ અપેક્ષાએ સંઘાત કરનારા = અભેદ કરનારા, જોડનારા છે, અને આ રીતે નામાદિ ધર્મો પ્રત્યેક વસ્તુમાં જોડવા, લગાડવા... પ્રશ્નઃ ભેદ કરનારા શી રીતે કહેવાય?
જવાબઃ આ રીતે, દા.ત. કોઈ માણસ વડે ફ' એવું નામ ઉચ્ચારાયે છતે અન્ય વ્યક્તિ પૂછે છે કે, શું આ માણસ વડે નામ-ઇન્દ્ર વિવક્ષિત છે, કહેવાને ઇચ્છાયેલ છે? કે સ્થાપનાઈન્દ્ર, દ્રવ્ય-ઇન્દ્ર કે ભાવ-ઇન્દ્ર? ત્યારે તે કહેશે કે નામ-ઇન્દ્ર, વિવક્ષિત છે? અર્થાત્ આના વડે નામ-ઇન્દ્રનું ઉચ્ચારણ કરાયું છે. ફરી કોઈ પ્રશ્ન પૂછે છે કે, શું તે નામ-ઇન્દ્ર પણ દ્રવ્યથી