________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
જ હોય એવો નિયમ છે. ચારે ય ગતિમાં પામી શકાય છે તેથી કાર્મગ્રંથિકોના મતે તો ચારેયમાં ઔપ. સમ્યક્ત્વ મળે જ છે. સિદ્ધાંતના મતે પ્રથમ સમ્યક્ત્વ ક્ષાયોપ. પામી શકાય છે. (આ વાત પૂર્વે ઔપશમિક-સમ્યક્ત્વની પ્રાપ્તિના વર્ણન વખતે વિશેષાવ. ભાષ્યના આધારે જણાવેલી જ છે.) કોઇક મતે આને નિયમ રૂપે માની લીધુ હોય તો ચારે ય ગતિમાં એ મળે.
૫૫૦
પણ પછી ઔપમિક સમ્યક્ત્વ ઉપશમ-શ્રેણિનું જ લેવાનું રહે. અને એ તો મનુ. ગતિમાં જ હોય છે. આયુષ્ય પૂર્ણ થાય ને દેવલોકમાં જાય ત્યારથી ઔપ. ભાવો ખતમ થઇ જાય છે એવો પણ એક મત છે. એટલે શ્રેણિ-સંબંધી ઔપ. સભ્ય. પણ દે. લો. માં પણ મળી શકતું નથી. આવી સંગતિ હોઈ શકે... (પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. કૃત સમાધાનના આધારે.)
આમ પૂર્વોક્ત વિરોધને ટાળવા સિ. સે. વૃત્તિમાં શ્રેણિગત ઔપ. સમ્યક્ત્વની જ વિવક્ષા છે એમ માનવું જોઇએ. બાકી ત્રણેય ટીકાઓમાં (સિ. સે., હા. ભા., ય. વિ.) એક સરખો ફક્ત મનુષ્ય-ગતિમાં જ ઔપ. સમ્ય. હોવાનો અભિપ્રાય કોઈ અપેક્ષાવિશેષ વિના હોઇ શકે નહીં. તે અપેક્ષા પૂર્વે કહી તે જ જણાય છે.
સૂ.૮, પૃ.૨૦૮, પં.૧૨ ભાષ્યમાં ગતિ વગેરે ૧૩ દ્વારો ઉપર સમ્યક્ત્વને પામેલાં અને પામતાં એવા જીવોનો વિચાર ટીકામાં કરેલો છે. આ ઉપરાંત ‘ભાષક’ વગેરે સાત દ્વારો છે. જેનો ભાષ્યમાં નિર્દેશ કરેલો ન હોવાથી ટીકાકારે પણ પૂર્વોક્ત દ્વારોમાં અંતર્ભાવ પામી જાય છે એમ કહીને મૂકી દીધું છે. અત્ર તે ૭ દ્વારોનો સંક્ષેપથી વિચાર કરાય છે. આમ પૂર્વોક્ત ૧૩ દ્વારોમાં ૭ દ્વારો ઉમેરતાં કુલ ૨૦ દ્વારો થાય છે.
(૧) ભાષક-દ્વાર : ભાષા-લબ્ધિથી યુક્ત હોય તે ભાષક જીવ (અર્થાત્ બેઇન્દ્રિય વગેરે) ભાષમાણ = બોલતો હોય અથવા અભાષમાણ = બોલતો ન હોય ત્યારે સમ્યક્ત્વને પામે છે. મનુષ્ય વગેરે જાતિની અપેક્ષાએ સમકિતનો પૂર્વ-પ્રતિપન્ન જીવ નિયમથી પ્રાપ્ત થાય છે. પ્રતિપઘમાન = પામતો જીવ વિકલ્પે પ્રાપ્ત થાય છે. ક્યારેક પામે છે અને ક્યારેક નથી પામતો. ભાષાલબ્ધિરહિત જીવમાં ઉક્ત બન્ને ય મળતાં નથી. કારણકે તે એકેન્દ્રિય જીવ જ હોય છે. (૨) પરીત્ત-દ્વાર : પરીત્ત એટલે પ્રત્યેક-શરીરવાળા અથવા જેમણે સંસાર પરિમિત કર્યો છે, થોડાં ભવ જ બાકી છે તેવા જીવો. ઉક્ત બન્ને પ્રકારના જીવો પૂર્વપ્રતિપન્ન હોય છે. પ્રતિપદ્યમાન તરીકે ભજના કરવી. અપરીત્ત જીવો તરીકે સાધારણ-શરીરવાળા અથવા અપાર્ધ-પુદ્ગલ પરાવર્ત કરતાં પણ અધિક સંસા૨વાળા જીવો આવે. તેઓ મિથ્યાદષ્ટિ હોવાથી ઉભયથી રહિત છે. (૩) પર્યાપ્ત-દ્વાર ઃ આમાં યથાયોગ્ય