________________
પરિશિષ્ટ-૧
"निसग्गुवंएसरुई 'आणरुई सुत्ते बीयरुईमेव । 'અશિામવિત્યારત્નું ‘િિસંઘેધમ્મ‡ "'
૫૪૯
[પ્રજ્ઞાપનાસૂત્ર, પ્રથમ-પદ, ગા. ૧૧૯ ]
ઓઘથી સામાન્યથી તે ભેદો પણ આ ક્ષાયોપશમાદિક ત્રણ પૈકી કોઇને કોઇ ભેદથી અભિન્ન સ્વરૂપ જ છે.
=
ગાથાર્થ : (૧) નિસર્ગ-રુચિ (૨) ઉપદેશ-ચિ (૩) આશા-રુચિ (૪) સૂત્ર-રુચિ (૫) બીજરુચિ (૬) અભિગમ-રુચિ (૭) વિસ્તાર-રુચિ (૮) ક્રિયા-રુચિ (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધર્મ-રુચિ એમ દશ પ્રકારે સમ્યક્ત્વ છે.
સૂ.૮, પૃ.૧૯૭, પં.૨૩ મત્લડ્યા૦ સૂત્ર-૮માં સત્-પદપ્રરૂપણા વગેરે ૮ દ્વારો છે, જ્યારે નવતત્ત્વ, વિશેષાવશ્યક વગેરેમાં ૯ દ્વાર મળે છે. તેમાં ૧ ભાગ દ્વાર ઓછું કહેલ છે તે વિવક્ષાધીન અથવા વાચનાન્તરાધીન છે. અથવા અનુયોગદ્વાર સૂ. ૧૨૨ની ટીકામાં કહેલું છે કે અલ્પબહુત્વ અને ભાગ દ્વાર એક જ છે. માટે ભાગદ્વારનો અલ્પબહુત્વદ્વારમાં સમન્વય થઇ જાય છે.
સૂ.૮, પૃ.૨૦૨, પં.૨૧ સત્-પદ-પ્રરૂપણા દ્વારનું પેટા-દ્વાર = ગતિદ્વારમાં સમ્યક્ત્વને પામતાં અથવા પામેલાં જીવો હોય કે ન હોય એની વિચારણા કરતાં ટીકામાં કહ્યું છે કે, (મનુષ્ય સિવાય) દેવાદિ ત્રણ ગતિમાં ક્ષાયિક અને ક્ષયોપશમિક સમ્યક્ત્વને પામતાંપામેલાં જીવો હોય પણ ઔપશમિક સમ્યક્ત્વનો ઉલ્લેખ કરેલો નથી. કર્મગ્રંથાદિમાં પ્રસિદ્ધિ એવી છે કે, ઔપમિક સમ્યક્ત્વની ચારે ય ગતિમાં પ્રાપ્તિ થઇ શકે છે. સંબોધ-પ્રકરણમાં પણ ગાથા૦ ૯૦માં કહેલું છે કે, “નરકની પહેલી ત્રણ પૃથ્વીઓમાં ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપશમિક એ ત્રણ સમ્યક્ત્વ હોય અને વૈમાનિક દેવોને પંચેન્દ્રિય તિર્યંચમનુષ્યોને પણ આ ત્રણ સમ્યક્ત્વ હોય.”
જો, આ પ્રમાણે હોય તો સિદ્ધસેનીયા વૃત્તિમાં જે કહ્યું કે, ‘ફક્ત મનુષ્ય-ગતિમાં જ ઔપશમિક સમ્યક્ત્વ સહિત ત્રણે ય સમ્યક્ત્વ હોય છે' એ શી રીતે ઘટે ?
વિદ્વાનોને પૂછતાં આ પ્રમાણે અભિપ્રાય મળે છે કે, કર્મગ્રંથમાં સાંનિપાતિક ભાવો કહ્યા છે. તેમાં પારિ, ઔદ ક્ષાયોપશમિક અને ઔપ૰ આ ચારની વિદ્યમાનતા ચારે ય ગતિમાં કહી છે. તેથી જણાય છે કે, ઔપશમિક સમ્યક્ત્વ ચારે ય ગતિમાં મળી શકે. વળી કર્મ-સાહિત્યના મતે પ્રથમવાર ઔપ. સમ્યક્ત્વ જ પમાય છે. તે ઔપમિક