________________
પરિશિષ્ટ-૧
૫૪૩
રૂઢ છે... પણ કદાચ કોઈ શબ્દો એવા હોય કે તેનો કોઈ અર્થ જ ન હોય, તેવા “ડિત્ય', ડવિથ' વગેરે શબ્દો પણ જો કોઈના ગોવાળના પુત્ર વગેરેના નામ તરીકે સંકેતિત કરાય, તો તે પણ “નામ” કહેવાય... આ “ડિત્ય” વગેરે શબ્દનો બીજા કોઈ અર્થ નથી. આને યાદચ્છિક શબ્દ કહેલ છે અને તે પણ કોઈનું નામ રાખી શકાય છે. પણ આ હકીકત મૂળસૂત્રમાં સાક્ષાત્ નથી, કિંતુ આ હેમચંદ્રસૂરિકૃત ટીકામાં આવો “નામનો પ્રકાર પણ જણાવેલો છે, જો કે તે અલ્પ ઉપયોગી છે, માટે ખાસ પ્રસિદ્ધ નથી.
હવે મૂળ વાત ઉપર આવીએ... ટીકામાં મfમથાન એ ન્યાયથી (૧) અર્થ (પદાર્થ), (૨) અભિધાન (શબ્દ) અને પ્રત્યય (જ્ઞાન, સંવેદન) એ તલ્ય નામવાળા હોવાથી અર્થાત્ એના નામો તુલ્ય હોવાથી ‘નીવ' શબ્દ એ પણ તેના અર્થનો (પદાર્થનો) ધર્મ છે એમ કહેલું છે, એ જ વિધાનને વધુ સ્પષ્ટ રીતે વિચારવાનું છે. જે વસ્તુનો જે ધર્મ હોય તે ધર્મ તે વસ્તુ સાથે અવશ્ય સંબંધ ધરાવતો હોય છે. “શબ્દ” વગેરે એ જો વસ્તુના ધર્મ હોય તો તેનો પણ તે તે વસ્તુ સાથે અવશ્ય સંબંધ હોવો જોઈએ. અને આ વાત ઉક્ત ન્યાયથી જણાવી છે, તે આ પ્રમાણે – લોકમાં તળિયા અને વચ્ચેના ભાગે પહોળા આકારવાળા ઘડાને જોઈને કોઈ પૂછે કે,
(૧) પ્રશ્ન : આ શું દેખાય છે? તો કહેશે, જવાબ: “ઘટ દેખાય છે. અથવા પૂછે છે કે, (૨) પ્રશ્ન : આ માણસ શું કહે છે? જવાબ : “ઘટ’ને (= “ઘટ’ શબ્દને) કહે છે. અથવા પૂછે કે (૩) પ્રશ્નઃ આના મનમાં શું (જ્ઞાન) હુરે છે? શું જણાય છે? તો કહેશે જવાબ : ઘટ... (ઘડો જણાય છે.)
આમ ત્રણેય પ્રશ્નનો જવાબ “ઘટ' આવવાથી નક્કી થાય છે કે, જે અર્થ (પદાર્થ) છે, તે પણ ઘટ છે, જે અભિધાન = ઘડાનો વાચક શબ્દ છે, તે પણ “ઘટ' કહેવાય અને જે આત્મામાં ઘડાનું જ્ઞાન થાય છે, તે પણ “ઘટ” કહેવાય... આથી (૧) અર્થ (૨) શબ્દ અને (૩) જ્ઞાન એ તુલ્ય - નામ(શબ્દ)વાળા થયા...
આમ નીવ' શબ્દથી જેમ ચેતનાયુક્ત પદાર્થનો બોધ થાય છે, તેમ “નીવ' એવા શબ્દનો પણ બોધ થાય છે... તે નામ-જીવ કહેવાય... વળી નામ-જીવથી, જીવ એવું જેનું નામ રાખેલું હોય તે વ્યક્તિ અથવા મકાન' વગેરેનો જ બોધ થાય છે, પણ સામાન્યથી પ્રાણોને ધારણ કરનારનો બોધ થતો નથી... “પ્રાણોને ધારણ કરનાર' એવો અર્થ “જીવ' શબ્દથી
જ્યારે કહેવાય, ત્યારે તે “ભાવ” જીવનો બોધ કરાવે છે અને તેનાથી સર્વપ્રાણીઓનો સામાન્યથી બોધ થાય છે, પણ કોઈનું નામ રાખ્યું હોય એવું નથી, માટે “નામ-જીવ' ન કહેવાય... હા, ત્યારે પણ “જીવ'નો વર્ણાત્મક “શબ્દ”... અર્થ કરાય ત્યારે નામ-જીવ' કહેવાય...
શબ્દ રૂપ જે વસ્તુનું નામ છે એ તે તે વસ્તુ સ્વરૂપ છે, કારણ કે તે શબ્દથી તે તે વસ્તુનો