________________
૫૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર તથા ટીકામાં જ નામનીવઃ એનો અર્થ કરતાં કહ્યું છે કે, તે (નીવ એવો) શબ્દ જ નામજીવ' કહેવાય છે, તÇપાધિ તિ = કારણ કે તે નવ' શબ્દ એ તેનાથી અભિધાન કરાતાં, કહેવાતાં પદાર્થનું વિશેષણ (ઉપાધિ) છે, ધર્મ છે. “જીવ' શબ્દ જે અર્થનું નામ રખાયું છે, તે ચેતન (ગોપાલના પુત્ર વગેરે) અથવા અચેતન (મકાન વગેરે) વસ્તુ “જીવ' શબ્દથી જણાતી હોવાથી “જીવ' એ તે વસ્તુનો ઉપાધિ = ધર્મ/પર્યાયવિશેષણ બની જાય છે. દા.ત.
જીવાભાઈ” અહીં આવો” એમ કહેવાતાં ઘણા પુરુષોમાંથી જેનું નામ “જીવાભાઈ રાખ્યું હશે તેનો જ બોધ થશે અને તે જ પાસે આવશે. અથવા તો ઘણા બધા “હોલ' હોય તેમાં
જીવાભાઈ હોલમાં' (વ્યાખ્યાન છે, એમ કહેવાતાં અમુક ચોક્કસ હોલ'નું મકાનનું) જ જ્ઞાન થશે - કારણ કે, “જીવાભાઈ” એ પ્રમાણે તે પુરુષ અથવા મકાનનું નામ રાખેલું છે, આથી “જીવાભાઈ' શબ્દ એ (જીવાભાઈ નામવાળા) પુરુષ અથવા મકાનનું વિશેષણ અર્થાત્ પર્યાય અથવા ધર્મ બને છે...
આ જ હકીકતની પુષ્ટિ માટે શાસ્ત્ર-પ્રસિદ્ધ ન્યાય જણાવતાં સિદ્ધસેનીયા ટીકામાં જણાવ્યું છે કે, પ્રથffખથાન પ્રત્યયા: તુચનામઘેલા રૂતિ ગાયાત્ “અર્થ, અભિધાન (શબ્દ) અને પ્રત્યય (જ્ઞાન, બોધ, સંવેદન) એ તુલ્ય નામવાળા હોય છે. એવા ન્યાયથી કોઈપણ શબ્દથી જેમ તેના મુખ્ય અર્થનો બોધ થાય છે, તેમ પોતાનો = શબ્દાત્મક સ્વરૂપનો પણ બોધ થાય છે. અને એ શબ્દાત્મક વર્ણવલિકા = , વ વગેરે પ્રસ્તુતમાં , , , 5 = નવ રૂ૫) વર્ણ સમૂહ એ નામ-જીવ કહેવાય છે.
આ “નામ-જીવના બે અર્થ થાય છે. એક “નામ વડે જીવ' એટલે નામમાત્રથી - ફક્ત નામથી જ “જીવ’. દા.ત. જીવ એવું નામ કોઈ અચેતન મકાનનું રાખ્યું હોય, જેમ કે,
જીવાભાઈ હોલ' તો તેમાં ચેતનાપણું નથી, તેમ છતાંય “જીવ' નામ રાખ્યું, માટે તે “જીવ' કહેવાય... નામ માત્રથી જીવ... તેમાં ચેતના-અર્થ કહેવાતો નથી... તે અર્થની અપેક્ષા વિના જ જેનું “જીવ” વગેરે નામ રાખ્યું હોય તે નામમાત્રથી જીવ = નામ – જીવ કહેવાય. તથા નામજીવનો બીજો અર્થ છે, નામરૂપ જીવ.. અર્થાત્ “જીવ' એવું જે વર્ણ સમૂહાત્મક નામ છે, તે પણ “નામ-જીવ’ કહેવાય... અહીં પણ મુખ્ય અર્થની અપેક્ષા નથી.. આ નામ-જીવ પર્યાયવાચી શબ્દથી કહી શકાતો નથી... અર્થાત્ જેનું “જીવાભાઈ' નામ રાખ્યું તેને “ચેતનભાઈ કહી શકાય નહીં. આ “જીવ' શબ્દનો ખરો = સદ્દભૂત અર્થ તો “ઈન્દ્રિયાદિ પ્રાણોને ધારણ કરનાર સચેતન વસ્તુ થાય, પણ વિવક્ષાથી - સંકેત માત્રથી તે “જીવ' શબ્દ જીવ-અજીવ કોઈના નામ તરીકે રાખી શકાય છે અને ત્યારે જેનું નામ રાખ્યું હોય તે જ અર્થ “જીવ' શબ્દથી જણાય છે, પણ “પ્રાણી” રૂપ અર્થ જણાતો નથી...
વળી આ “જીવ' આદિ શબ્દોનો તો કોઈને કોઈ અર્થ લોકમાં પ્રસિદ્ધ છે, મુખ્ય અર્થ તરીકે