________________
૫૪૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
જો “યોગ્ય-પર્યાય એમ ન કહીએ તો દરેક દ્રવ્યોએ ભૂતકાળના અનંતકાળમાં સર્વપર્યાયો અનુભવેલાં છે અને ભવિષ્યમાં અનુભવ કરશે, આથી તો બધાં જ પુદ્ગલો (હાલમાં યોગ્ય હોય કે અયોગ્ય હોય તે બધાં જ) દ્રવ્ય માનવાનો પ્રસંગ આવશે.. માટે યોગ્ય' (= નજીકના) એવું કહેવું છે...
આ પ્રમાણે ‘દ્રવ્ય’ શબ્દના વિવિધ અર્થને જણાવતી પૂર્વોક્ત વિશેષાવશ્યક ભાષ્યની ગાથાનો અર્થ પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી કૃત ટીકાના આધારે વિચાર્યું. આ જ અર્થની વિચારણા સંક્ષેપથી સિદ્ધસેનીયા ટીકામાં પણ કરેલી છે...
જે ભૂત અને ભાવિ પર્યાયનું કારણ હોય તે દ્રવ્ય' કહેવાય, કારણ કે મૂતરા ભાવિનો વા માવી દિશા તુ ય, ‘તદ્ દ્રવ્યમ્' એ પ્રમાણે ઉક્તિથી “કારણ” ને પણ ‘દ્રવ્ય કહેવાય છે, એ અપેક્ષાએ પ્રથમ ઉદાહરણમાં રાજપુત્રને દ્રવ્ય - રાજા કહેલ છે... તથા શિલાતળે ત્યજી દેવાયેલ સાધુના શરીરને પણ “દ્રવ્ય સાધુ” કહેવાય.
આ ઉપરાંત “ઉપયોગ” અને “ક્રિયાએ બે અર્થમાં પણ દ્રવ્ય શબ્દ વપરાય છે. અહીં ઉપયોગ શબ્દના બે અર્થ થઈ શકે, એક છે – જ્ઞાનાદિ ઉપયોગ અને બીજો અર્થ છે “વપરાશ', ઉપયોગી થવું... આમાં પ્રથમ અર્થની વિચારણા કરીએ તો જે વ્યક્તિ “જીવ', “મંગલ' આદિ પદાર્થને જાણનારો હોય પણ તેમાં ઉપયોગવાળો ન હોય તો આગમની (જ્ઞાનની) અપેક્ષાએ ‘દ્રવ્યજીવ' અથવા દ્રવ્ય-મંગલ કહેવાય, કારણ કે મનુપયોગો દ્રવ્યમ. જેમાં ઉપયોગ ન હોય તે વચન, ક્રિયા અને લબ્ધિ રૂપ જ્ઞાન વગેરે વસ્તુ પણે દ્રવ્ય કહેવાય. ટીકામાં પણ જીવ શબ્દનો નિક્ષેપ કરતી વખતે દ્રવ્ય જીવ’ના ભાંગાની અન્ય આચાર્યના મતે વિચારણા કરતી વેળાએ આ અર્થ આગળ જણાવેલ છે.
અથવા નોઆગમથી (આગમ-નિષેધની અપેક્ષાએ) વિચારીએ તો તેવા “જીવાદિ અર્થને ભવિષ્યમાં જાણનારનું શરીર અથવા ભૂતકાળમાં જાણેલું છે પણ હાલમાં જાણનાર નથી, તેવા આત્માનું મૃત શરીર પણ ‘દ્રવ્ય-જીવ” કહેવાય... જો કે, પ્રસ્તુતમાં વિસ્તારના ભયથી... અથવા ખાસ ઉપયોગી ન હોવાથી આ અર્થ ટીકામાં વિસ્તારથી લીધો નથી. આનો વિશેષ વિસ્તાર આવશ્યક નિર્યુક્તિ વગેરે ગ્રંથોથી જાણવો.
ઉપયોગનો બીજો અર્થ “વપરાશ” છે. જે વસ્તુ જે ઉપયોગ માટે = વપરાશ માટે બનાવી હોય તે ઉપયોગમાં ન આવતી હોય તો “દ્રવ્ય' કહેવાય. અર્થાત્ વસ્તુ પોતાની અર્થક્રિયાનું = કાર્યનું સંપાદન કરવા સમર્થ ન બને તો તે દ્રવ્ય' કહેવાય...
દા.ત. ઘી, પાણી, વગેરે ભરવા માટે ઘડો બનાવાય છે. માટે ઘડાનો ઉપયોગ પાણી વગેરે ભરવા માટે થાય છે. હવે જો તે ઘડો ખાલી હોય, પાણી વગેરેના વપરાશમાં આવતો ન હોય તો