________________
પરિશિષ્ટ-૧
૫૩૯
વ્ય' શબ્દમાં “હું તો ' એમ ટુ ધાતુ છે. (૧) વતિ = એટલે તે તે સ્વ-પર્યાયોને (અવસ્થાઓને/ગુણધર્મોને) જે પ્રાપ્ત કરે અને મૂકે, તે (૬+ ચ =) ‘વ્ય' કહેવાય તથા (૨) ફૂર્તિ = એટલે જે સ્વ-પર્યાયો વડે પ્રાપ્ત કરાય અને મૂકાય તે (કર્મ સાધન-પક્ષે) “વ્ય' કહેવાય... અર્થાત્ દ્રવ્ય એટલે ઘટ વગેરે પદાર્થ અને પર્યાય એટલે તેના લાલ વગેરે ગુણધર્મો. હવે જ પર્યાયોને દ્રવ્ય પ્રાપ્ત કરે છે, તે પર્યાયો વડે દ્રવ્ય પણ પ્રાપ્ત કરાય છે અને દ્રવ્ય જે પર્યાયોને છોડે છે, મૂકે છે, તે પર્યાયો વડે દ્રવ્ય પણ છોડાય છે – મૂકાય છે... (૩) તથા વતિ = છતિ તે તે પર્યાયોને જે પામે, તે ટુ એટલે “સત્તા”... તેનો ટુનો (સત્તાનો) વિકાર અથવા અવયવ તે દ્રવ્ય' કહેવાય... દ્રવ્યો એ અવાંતર - ગૌણ, ન્યૂન સત્તા રૂપ હોવાથી, જે મહાસત્તા છે તેના અવયવ અને વિકારરૂપ છે. આ ત્રણ અર્થો વ્યુત્પત્તિથી - વ્યાકરણની અપેક્ષાએ કહેલાં છે. તથા (૪) રૂપ, રસ, ગંધ વગેરે ગુણો છે. તે ગુણોનો “સંદ્રાવ' (સંવVi સંતાવ:) એટલે સમુદાય - તે “દ્રવ્ય'... ઘટાદિ પદાર્થો રૂપાદિ ગુણોના સમૂહરૂપ હોવાથી દ્રવ્ય છે. તેમજ (પ) ભાવ એટલે વસ્તુનો ભવિષ્યમાં થનારો પર્યાય/અવસ્થા... આવા વસ્તુના ભાવિ પર્યાયને જે ભવ્ય = યોગ્ય હોય તે પણ ‘દ્રવ્ય' કહેવાય... ભવિષ્યમાં રાજ્યના શાસક – પર્યાયને યોગ્ય વર્તમાન કુમારની જેમ. આ અર્થ પ્રમાણે વસ્તુનું જે ઉપાદાન - કારણ હોય તે દ્રવ્ય કહેવાય.. જેમ કે ઘડા પ્રત્યે માટી એ દ્રવ્ય-ઘડો કહેવાય.... (૯) તથા વસ્તુનો જે પર્યાય ભૂતકાળ બની ગયો હોય તે પણ દ્રવ્ય કહેવાય... જેમ કે કોઈ ઘીનો ઘડો, જેણે ભૂતકાળમાં ઘીના આધાર રૂપ પર્યાયનો અનુભવ કરેલો હોય, અર્થાત્ ભૂતકાળમાં ઘીનો આધાર બનેલો હોય પણ હમણાં ખાલી હોય તેમ છતાંય તે દ્રવ્ય ધૃત-ઘટ – ઘીનો ઘડો કહેવાય છે... અહીં ગાથામાં ૪ શબ્દ છે, તેનાથી વસ્તુના ભૂત અને ભાવિ બન્નેય પર્યાયોને “દ્રવ્ય કહેવાય એમ અર્થ જાણવો....
અહીં જે ભૂત પર્યાયવાળી અને ભૂત-ભાવિ-પર્યાયવાળી વસ્તુ છે, તે કેવી હોય તો ‘દ્રવ્ય કહેવાય? તે જણાવે છે કે, જે યોગ્ય (ગં ગોr) હોય તેવી ભૂતપર્યાયવાળી અને ભૂતભાવિ પર્યાયવાળી વસ્તુ દ્રવ્ય' કહેવાય, નહિતર યોગ્ય ન હોય તો દ્રવ્ય ન કહેવાય. ટૂંકમાં, જે ભાવિ કાર્યના કારણના કારણરૂપે યોગ્ય હોય અથવા ભૂતકાળમાં કારણ બનેલું હોય તે નજીકના પર્યાયને દ્રવ્ય' કહેવાય. દા.ત. જે ઘીનો ઘડો હાલ ખાલી હોય પણ ભૂતકાળમાં ઘી ભરેલું હતું અથવા ભવિષ્યમાં ઘી ભરાશે તો તે દ્રવ્ય વૃત - ઘટ કહેવાય... કોઈ “વાહન” પેટ્રોલના અભાવ આદિ કારણે હાલમાં વહન કરતું નથી તો પણ ભૂત-ભવિષ્યમાં વહન કરેલું કરશે તો તે દ્રવ્ય-વાહન કહેવાય... આ પ્રમાણે ખાલી મકાન વગેરે ઉદાહરણો પણ વિચારવા...