________________
પરિશિષ્ટ-૧
૫૪૧
દ્રવ્ય-ઘડો કહેવાય... દ્રવ્ય એટલે યોગ્ય... પાણી ભરી શકાય તેવો છે... પણ ખાલી છે માટે દ્રવ્ય કહેવાય... જો તે પાણીને ધારણ કરવાનું = પાણીનો આધાર બનવાનું કામ કરે તો ઉપયોગી બનવાથી ભાવ-ઘટ = ભાવથી ઘડો કહેવાય...
પ્રસ્તુતમાં ટીકાકારે દ્રવ્યનો ઉપયોગ અને ક્રિયા રૂપ અર્થ જણાવીને તેના દૃષ્ટાંત તરીકે (i) ચિત્રકાર અને (ii) ધૃતપટ કહેલ છે... એ બે અર્થોના ક્રમશઃ બે દૃષ્ટાંતો છે એમ કહી શકાય છે. દા.ત. સૂતેલો ચિત્રકાર એ વર્તમાનમાં ‘ચિત્રમાં’ ઉપયોગવાળો નથી, પણ ભૂતકાળમાં ચિત્રમાં ઉપયોગવાળો હતો એ અપેક્ષાએ દ્રવ્ય ચિત્રકાર કહેવાય... આમ ચિત્રનો જાણકાર છતાં ચિત્રમાં ‘ઉપયોગરહિત તે દ્રવ્ય કહેવાય' એ અપેક્ષાએ અહીં સૂતી વખતે ચિત્રમાં જ્ઞાનનો ઉપયોગ ન હોવાથી ‘દ્રવ્ય’ ચિત્રકાર કહેવાય... અથવા તો ચિત્ર દોરવું - તે ચિત્રકારની અર્થક્રિયા છે, મુખ્ય કાર્ય છે સૂતેલી અવસ્થામાં તે અર્થક્રિયામાં પ્રવર્તતો ન હોવાથી દ્રવ્યચિત્રકાર કહેવાય છે...
ધૃત-ઘટના દૃષ્ટાંતમાં પણ આ રીતે બેય અર્થ ઘટી શકે છે. જે વ્યક્તિ ‘વૃત-ઘટ’ (ઘીના ઘડાને) જાણતો હોય છે લબ્ધિ છે, પરંતુ તેમાં ઉપયોગ વિનાનો હોય તો (કદાચ ધૃત-ઘટની પ્રરૂપણા કરતો હોય તો પણ) તે વ્યક્તિ દ્રવ્ય-નૃત-ઘટ કહેવાય... તથા ‘ક્રિયા’ની અપેક્ષાએ જોઈએ તો જે ધૃત-ઘટ હાલમાં ખાલી છે, એટલે કે ઘીને ધારણ કરવાની પોતાની અર્થક્રિયામાં પ્રવર્તતો નથી, માટે તે દ્રવ્ય-નૃત-ઘટ કહેવાય... આવા ધૃત-ઘટ ભૂતકાળમાં ઘીનો આધા૨ બનેલ હોય અથવા ભવિષ્યમાં આધાર બનવાનો હોય તેમ છતાં પણ વર્તમાનમાં ખાલી હોવાથી દ્રવ્ય-નૃતઘટ કહેવાય... જો તેમાં ઘી ભરેલું હોય અર્થાત્ વર્તમાનમાં ધૃતનો આધા૨ બનતો હોત તો ભાવથી ધૃત-ઘટ કહેવાય એમ જાણવું.
સૂ.પ, પૃ.૧૧૨, પં.૨૮ ટીકામાં જે કહ્યું કે, રૂતિના સ્વસ્ત્રે નીવશબ્દઃ સ્થાપ્યતે । નીવ કૃતિ · એમાં ‘કૃતિ’ પદથી ‘નીવ’ શબ્દ ‘સ્વરૂપ’ અર્થમાં સ્થપાય છે, નિશ્ચિત કરાય છે. ‘સ્વરૂપ’ એટલે ‘નીવ’ એવો શબ્દાત્મક/વર્ણાત્મક પદાર્થ એ ‘નીવ’ પદથી કહેવાય છે.
કહેવાનો ભાવ એ છે કે, કોઈપણ શબ્દની શક્તિ પોતાનો (i) વાચ્ય (મુખ્ય) અર્થ જણાવવાની છે, તેમ (ii) શબ્દ પોતે પોતાના શબ્દાત્મક સ્વરૂપને પણ જણાવે છે અને (iii) તેનાથી થતાં જ્ઞાનને પણ જણાવે છે. અને (iv) તે શબ્દના જીવના પર્યાય શબ્દો આત્મા, ચેતન વગેરેનો પણ બોધ થઈ શકે છે. પ્રસ્તુતમાં “નીવ' શબ્દથી જેમ તેનો વાચ્ય-અર્થ ચેતનાયુક્ત (પ્રાણ-ધારણ કરનાર) પદાર્થ વગેરે જણાય છે, તેમ ‘જીવ’ એ પ્રમાણે શબ્દાત્મક (સ્વરૂપ) અર્થ પણ જણાય છે... માટે અહીં કયો અર્થ લેવો ? તેનો ‘કૃત્તિ’ શબ્દથી નિર્ણય કરાય છે કે, ‘નીવ' એ પ્રમાણે શબ્દાત્મક અર્થ લેવો... પરંતુ ‘જીવ’ શબ્દથી તેનો વાચ્ય અર્થ (ચેતનપદાર્થ) ન લેવો...